Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ બીજો પ્રહર તે “અર્થ-પૌરુષી' વગેરે. તે રીતે રાત્રિના બીજા પ્રહરને સંથારા-પોરિસી' કે “સસ્તાર-પૌરુષીકહેવામાં આવે છે અને તે પરથી તે સમયે બોલાતા સૂત્રને પણ “સંથારા-પોરિસી કે “સંસ્તાર-પૌરુષી' કહેવામાં આવે છે.*
નિશદિ નિવીદિ, નિતીદિ, સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ બંધ કરું છું, બંધ કરું છું, બંધ કરું છું.
રાત્રિનો પહેલો પ્રહર સ્વાધ્યાય માટે નિયત થયેલો છે. તે માટે શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૬માં અધ્યયનમાં કહેલું છે કે
पढमं पोरिसी सज्झायं, बिइयं झाणं झियायइ । तइयाए निद्दमुक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ॥४३॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૬, અધ્યયન પૃ. ૩૨૪.
* દિવસ કે રાત્રિના ચોથા ભાગ પ્રમાણ સમયને પ્રહર કહેવાય છે. તે પ્રહર સમયને જ પૌરુષી (પોરિસી) કહેવાય છે. અહીં રાત્રિના ચારે પ્રહર(પોરિસી)નું વર્ણન નીચે પ્રમાણે છે :
કાલિક શ્રુતના (અગિયાર અંગ વગેરે) અધ્યયનને ભણવા ગણવાના કાળ માટે દિવસનો પહેલો અને છેલ્લો એમ બે પ્રહરો કહેલા છે. એ જ પ્રમાણે રાત્રિનો પહેલો પ્રહર તથા છેલ્લો પ્રહર શ્રુતના અધ્યયન માટે કહેલા છે.
બીજી રીતે પણ રાત્રિનો પહેલો પ્રહર (પોરિસી) પૂર્ણ કરી શકાય છે કે :
સાધુની વિશ્રામણા વગેરે કરતાં રાત્રિનો પ્રથમ પ્રહર (પોરિસી) પૂર્ણ થાય ત્યારે ગુરુની પાસે આદેશ માગવો વગેરે વિધિપૂર્વક સંસ્મારકમાં શયન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. પ્રથમ (પોરિસી)ને સૂત્ર પોરિસી કહેવાય છે.
બીજા પ્રહર(પોરિસી)માં સાધુઓ ઊંધે પરંતુ સ્થવિર સાધુ એટલે પ્રૌઢ ગીતાર્થ સાધુઓએ બીજા પ્રહરે (પોરિસીએ) પણ સૂત્રોનું અને અર્થનું ચિન્તન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. બીજી પોરિસીને સંસ્કાર-પૌરુષી કહેવાય છે.
ત્રીજો પ્રહર (પોરિસી) શરૂ થાય ત્યારે તે જ સ્થવિર સાધુઓએ અદ્ધરાત્રિક નામના બીજા કાળને ગ્રહણ કરવો. તેને “અદ્ધરત્તા કાલ ગ્રહણ' કહેવાય છે. તે પછી ગુરુ જાગે
૧. ગાથા ૩પ૧. ૨. ગાથા ૯૯ આ બન્ને ગાથા પૃ. ૨૮૭માં છે. ૩. પૃ. ૨૯૪માં ગાથા ૧૦૦મી છે. ૪. પૃ. ૨૯પમાં ગાથા ૩૬૭-૩૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org