Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૧૩ નાટ્ય-વિશારદોના અભિપ્રાયથી તાંડવમાં નીચેના બત્રીસ અંગહારો થાય છે : (૧) સ્થિર હસ્ત, (૨) પર્યસ્તક, (૩) સૂચીવિદ્ધ, (૪) અપવિદ્ધ, (૫) આક્ષિપ્ત, (૬) ઉદ્ઘટ્ટિત, (૭) વિખંભક, (૮) અપરાજિત, (૯) વિષ્કમ્પાપમૃત. (૧૦) મત્તાક્રીડ, (૧૧) સ્વસ્તિક-રચિત, (૧૨) પાર્થ
સ્વસ્તિક, (૧૩) વૃશ્ચિક, (૧૪) ભ્રમર, (૧૫) મત્ત-મ્મલિત, (૧૬) મદવિલસિત, (૧૭) ગતિમંડલ, (૧૮) પરિચ્છિન્ન, (૧૯) પરિવૃત્ત-રચિત, (૨૦) વૈશાખ, (૨૧) પરાવૃત્ત, (૨૨) અલાતક, (૨૩) પાર્શ્વચ્છેદ, (૨૪) વિદ્યુબ્રાન્ત, (૨૫) ઉદ્ધતક, (૨૬) આલીઢ, (ર૭) રચિત, (૨૮) આચ્છરિત, (૨૯)આક્ષિપ્ત-રચિત (૩૦) સંભ્રાન્ત, (૩૧) અપસર્પ અને (૩૨) અર્ધ-નિકુટ્ટક.
આ અંગહારોની ઉત્પત્તિ ૧૦૮ કરણ અથવા નૃત્ય-માતૃકાના વિવિધ સંયોજનથી થાય છે જેનો વિસ્તાર ભરત-નાટ્યશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં આપેલો છે.
સંગીતરત્નાકરમાં લાસ્યનાં દસ અંગો નીચે પ્રમાણે દર્શાવેલાં છે. (૧) ચાલી (ચારી ?), (૨) આલિવડ, (૩) લટિ, (૪) સૂક, (૫) ઉરોગણ, (૬) ધસક, (૭) અંગહાર (૮) ઓયરક, (૯) વિહસી અને (૧૦) મનસ. તેમાં તાલ અને લયની સાથે અનુક્રમે બંને સ્તનોને ધનુષની પેઠે નમાવવા તે અંગહાર છે.
વંતિ-[વન્દ્રિત]-વંદાયેલા. ચ-[]-અને.
કહ્યું છે, શૃંગાર અને વીરરસપ્રધાન નર્તનને છલિક કહ્યું છે, એકદમ ઝડપી નર્તનને સંપા” કહ્યું છે. ઘણી સ્ત્રીઓના વર્તનમાં એક જ નેતા (નાયક) હોય, તેને “હલ્લીસક” કહ્યું છે અને તાલ, લય આદિથી સંયુક્ત હલ્લીસકને “રાસ' કહેલ છે. દશરૂપકમાં નૃત્યના સાત ભેદો જુદી જ રીતે ગણાવ્યા છે : ડોન્ડ્રી શ્રી હિત માળો-મળી-પ્રસ્થાન-રાસ: . काव्यं च सप्त नृत्यस्य, भेदाः स्युस्तेऽपि भाणवत् ।।'
(૧) ડોમ્બી, (૨) શ્રીગદિત, (૩) ભાણ, (૪) ભાણિકા, (૫) પ્રસ્થાન, (૬) રાસક અને (૭) કાવ્ય એ સાત નૃત્યના ભેદ છે અને તે ભાણ જેવા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org