Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૩૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પ્રમાર્જન કરીને બેસે. ૨૧.
અને પ્રથમની માફક મુહપરી પડિલેહણ, વાંદણાં, આલોચના, શ્રમણ (શ્રાવક) સૂત્ર-પાઠ, વાંદણાં, ક્ષમાપના, વાંદણાં તથા ગાથા-ત્રિક (આયરિય-ઉવજઝાએ સૂત્ર) બોલે અને (કાયોત્સર્ગ-સૂત્ર ભણી) તપચિંતવનરૂપ કાઉસ્સગ્ન કરે. ૨૨.
તેમાં એમ ચિતવે કે “જે રીતે મારા સંયમ-યોગોની હાનિ ન થાય એ રીતનો તપ હું આદર્યું. તેમાં ઉત્કૃષ્ટ છ મહિનાનો તપ કરવાને હું સમર્થ નથી, તેમાં એકથી માંડી ઓગણત્રીસ દિવસ ઊણો તપ કરવા સમર્થ નથી (અર્થાત્ છ માસમાં એક દિવસ ઓછો તપ કરવા શક્તિ નથી, બે દિવસ ઓછો તપ કરવા શક્તિ નથી; એમ એકેક દિવસ ઘટાડતા ૨૯ દિન ઓછો છમાસી તપ કરવા શક્તિ નથી.) એમ પાંચ મહિનાનો તપ કરવા શક્તિ નથી. એમ ચાર મહિના, ત્રણ મહિના, બે મહિના અને એક મહિનાનો પણ તપ કરવા સમર્થ નથી. એમાં એક દિવસ ન્યૂન, બે દિવસ ન્યૂન, તેર ઉપવાસ ન્યૂન કરવા સમર્થ નથી. પછી ચોત્રીસ અભક્ત (૧૬ ઉપવાસ) કરવા સમર્થ નથી. એમાં બબ્બે ઘટાડતાં વિચારવું. અર્થાત્ બત્રીસ અભક્ત....એમ ચોથ અભક્ત સુધી. તે કરવાને અસમર્થ હોય તો પછી આયંબિલથી માંડી (નિવી, એકાસણું, બે આસણું, અવઢ, પુરિમઢ, સાઢપોરિસી) આદિ છેવટે પૌરુષી કે નમુક્કાર-સહિયં કરવા સમર્થ છું.” આમાં જે તપ કરવાને સમર્થ હોય, તેને હૃદયમાં ધારણ કરીને કાઉસગ્ગ પારી મુહપત્તીને પડિલેહે. પછી વાંદણાં દઈને અશઠપણે વિધિ-પૂર્વક તે જ (પૂર્વે કાઉસ્સગ્નમાં ધારી રાખેલું) પચ્ચખાણ કરે. ૨૩, ૨૪, ૨૫, ૨૬.
પછી “ઇચ્છામો અણુસદ્ધિ' એ પ્રમાણે બોલીને નીચે (ઢીંચણ પર) બેસી ધીમા શબ્દથી ત્રણ સ્તુતિઓ, શક્રસ્તવ આદિ બોલે અને પછી ચૈત્યોને વાંદે. (કેમ કે પ્રભાતનો સમય હોવાથી ઊંચા શબ્દથી કોઈ જાગી આરંભસમારંભ કરે.) ૨૭.
હવે ચઉદશને દિવસે પાક્ષિક-પ્રતિક્રમણ કરવું. તેમાં દેવસિક સૂત્ર સુધી પૂર્વની (દેવસિક પ્રતિક્રમણની) માફક વિધિ કરીને ત્યાર પછી સમ્યક રીતે આ ક્રમ કરે. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org