Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 763
________________ છંદો તથા પદો ૭૭૪૫ બાહુબળ-ભગિની સતીય શિરોમણી, સુંદરી નામે ઋષભસુતા એ અંકસ્વરૂપી ત્રિભુવનમાંહે, જેહ અનુપમ ગુણજુતા એ. આદિ. ૩. ચંદનબાળા બાળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકા એ; અડદના બાકુના વીર પ્રતિલાલ્યા, કેવળ-લહી વ્રત-ભાવિકા એ. આદિ. ૪. ઉગ્રસેન-દુઆ-ધારિણી-નંદિની, રાજિમતિ નેમ-વલ્લભા એ; જોબન-વેશે કામને જિત્યો, સંયમ લઈ દેવદુલ્લભા એ. આદિ. ૫. પંચ-ભરતારિ પાંડવ-નારી, દ્રુપદ-તનયા વખાણીએ; એકસો આઠે ચીર પુરાણા, શિયળ-મહિમા તસ જાણીએ એ. આદિ. ૬. દશરથ નૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ; શિયળ-સલૂણી રામ-જનેતા, પુણ્યતણી પરનાલિકા એ. આદિ. ૭. કૌશાંબિક ઠામે શતાનિક નામે રાજ્ય કરે રંગ રાજીઓ એ; તસ ઘર ધરણી મૃગાવતી સતી, સુરભુવને જસ ગાજીઓ એ. આદિ. ૮. સુલસા સાચી શિયળે ન કાચી, રાચી નહિ વિષયારસે એ; મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલ્લાસે એ. આદિ. ૯. રામ રઘુવંશી તેમની કામિની, જનકસુતા સીતા સતીએ; જગ સહુ જાણે વીજ કરતા, અનલ શીતલ થયો શિયળથી એ. આદિ. ૧૦. કાચે તાંતણે ચાલણી બાંધી, કૂવા થકી જળ કાઢિયું એ; કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા-બાર ઉઘાડિયું એ; આદિ. ૧૧. સુર-નર-વંદિત શિયલ અખંડિત, શિવા શિવપદ-ગામિની એ. જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. આદિ. ૧૨. હસ્તિનાગપુરે પાંડુરાયની, કુંતા નામની કામિની એ. પાંડવમાતા દશ દશાની, વ્હેન પતિવ્રતા પદ્મિની એ. આદિ. ૧૩. શીલવતી નામે શીલવ્રતધારિણી, ત્રિવિધ તેહને વંદીએ એ; નામ જપતા પાતક જાએ, દરિસણ દુરિત નિકંદીએ એ. આદિ. ૧૪. નિષધા નગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહની એ; સંકટ પડતાં શિયળ જ રાખ્યું, ત્રિભુવન કીર્તિ જેહની એ. આદિ. ૧૫. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828