Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text ________________
૭૭૮ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમા૨ ભવે ચરકલાં માર્યાં દિન ને રાત. તે મુજ.
કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર;
જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપ અઘોર. તે મુજ.
માછીને ભવે માછલાં ઝાલ્યાં જળવાસ; ઘીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યાં પાસ. તે મુજ.
કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવિયા, કોરડા ઝડી દંડ. તે મુજ.
પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિક્ષ્મ. તે મુજ.
કુંભારને ભવે મેં કીયા, નીભાડ પચાવ્યા; તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે મુજ.
હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ; સૂડ નિદાન ઘણાં કિયાં, દીધા બળદ ચંપેટ. તે મુજ.
માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલના, લાગ્યાં પાપ તે લક્ષ. તે મુજ. અધોવાઈઆને ભવે, ભર્યા અધિકા ભાર; પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તે મુજ.
છીપાને ભવે છેતર્યા કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ધાતુવાદ અભ્યાસ. તે મુજ. શૂરપણે રણ ઝુઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે મુજ.
ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં;
આરંભ કીધાં અતિ ઘણાં, પોતે પાપ જ સંચ્યાં. તે મુજ.
Jain Education International
For Private & Personal Use Only
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 822 823 824 825 826 827 828