Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text ________________
૭૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
(ઢાળ-આઠમી)
(નમો ભવિ ભાવશું એ દેશી) સિદ્ધારથ રાયકુલ તિલોએ, ત્રિશલા માત મલહાર તો; અવનીતલે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર.
જ્યો જિન વીરજીએ ૧. મેં અપરાધ કર્યાં ઘણાંએ કહેતાં ન લહુ પાર તો; તુમે ચરણે આવ્યાં ભણીએ, જો તારે તો તાર. જ્યો. આશ કરીને આવીયો એ તુમ ચરણે મહારાજ તો; આવ્યાંને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ. જયો. ૩. કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો; હું છું એહથી ઉભગ્યો એ, છોડાવ દેવ ! દયાલ. જયો. આજ મનોરથ મુજ ફળ્યાં એ, નાઠાં દુઃખ દંદોલ તો; તૂક્યો જિન ચોવીસમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જયો. ૫. ભવે ભવે વિનય કુમારડો એ; ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ ! દયા કરી દીજીએ એ બોધિબીજ સુપસાય જયો.
(કળશ) ઈહ તરણ તારણ સુગતિકારણ; દુઃખ નિવારણ જગ જ્યો; શ્રી વીર-જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલટ થયો
૧. શ્રી વિજયદેવસૂરિંદ-પટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે ૨. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિ વિજયસુર ગુરુ સમો; તસ શિષ્ય વાચક-વિનયવિજયે, થુણ્યો જિન ચોવીસમો ૩. સયસત્તર સંવત ઓગણત્રીશે રહી રાંદેર ચોમાસ એ; વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ ૪. નરભવ-આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું નામે પુન્ય પ્રકાશ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 820 821 822 823 824 825 826 827 828