Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text ________________
૭૭૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પુસ્તક જ્ઞાન લખાવીયા, જિણવર જિનચૈત્યઃ સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર. ધન. પડિક્કમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ૩વઝાયને, દીધાં બહુમાન. ધન. ધર્મકાર્ય અનુમોદિઅ. નેમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન. ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીયે સોય. ધન. સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન. ભાવ ભવી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર. ધન.
(ઢાળ સાતમી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર. લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધા, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રેક. દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ કામ.
૨.
-
-
૧. જિનાગમ, ૨. જિનમંદિર, ૩. જિનપ્રતિમા, ૪. સાધુ, ૫. સાધ્વી, ૬. શ્રાવક અને ૭. શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ એમ સાત ક્ષેત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 818 819 820 821 822 823 824 825 826 827 828