Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 818
________________ જે ૭૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રયણી ભોજન જે કર્યા , કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી. ૪. વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચક્માણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધા આપ વખાણ રે. જિનજી. ૫. ત્રણ ઢાલ આઠે દુહજી આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬. (ઢાળ ચોથી) પંચ મહાવ્રત આદરો-સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી-સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧. વ્રત લીધાં સંભારીએ-સા., હૈડે ધરીય વિચાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ બીજો અધિકાર તો. જીવ સર્વ ખમાવીએ-સા., યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં-સા., કોઈ શું રોષ ન રાખ તો. સર્વ મિત્ર કરી ચિતવો-સા., કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો-સા., કીજે જન્મ પવિત્ર તો. સ્વામી સંઘ ખમાવીએ-સા., જે ઉપની અપ્રીત તો; સ્વજન કુટુંબ કરી ખામણાં-સા., એ જિનશાસન રીત તો. ૫. ખમીયે ને ખમાવીએ-સા., એહિજ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ત્રીજો અધિકાર તો. મૃષાવાદ હિંસા ચોરી-સા., ધન મૂછ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા-સા., પ્રેમ ઠેષ પૈશુન્ય તો. નિંદા કલહ ન કીજીએ-સા., કૂડાં ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તો-સા., માયા મોહ જંજાળ તો. ત્રિવિધ ત્રિવિધ વોસરાવીએ-સા., પાપસ્થાન અઢાર તો; શિવગતિ આરાધન તણો-સા., એ ચોથો અધિકાર તો. ૯. છે × ા છે $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828