Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૭૫૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
કરી આપવાં. રોગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે વધુ કરી આપવાં અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ કરી આપવા આદર રાખવો.
પાંચ-આચારનું સ્વરૂપ ૧. જ્ઞાનાચાર-(૧) જે જે ધર્મશાસ્ત્ર ભણવાં ગણવાં. તે બધા અકાળ વેળા (દરેક સંધ્યા વખત, મધ્યાહૂન સમય તથા મધ્ય રાત્રી સમય) વર્જી યોગ્ય અવસરે જ ભણવાં ગણવાં (૨) ધર્મગુરુ અને વિદ્યાગુરુનો ઉચિત વિનય સાચવીને જ ભણવું ગણવું (૩) શાસ્ત્ર ભણવા માટે યોગ્યતા મેળવવા સારુ યોગ-ઉપધાન કરીને તેનું પઠન-પાઠન કરવું. (૪) જે શાસ્ત્ર ભણવું તે અક્ષર કાના માત્ર અન્યૂનાધિક ભણવું ગણવું. (૫) તે શાસ્ત્રના અર્થ શુદ્ધ રીતે ગુરુ મહારાજ પાસે ધારી લઈને ભણવા.
૨. દશનાચાર-(૧) સર્વથા રાગદ્વેષાદિક દોષવર્જિત સર્વજ્ઞ વીતરાગનાં વચન સંપૂર્ણ સાચાં જ માનવાં. (૨) ઉક્ત સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનમાં જ રસિક થાવું-બીજા અન્ય મતની ઇચ્છા કરવી જ નહીં. (૩) સર્વજ્ઞ ભગવાને ભાખેલા દાનાદિક ધર્મના કૂળનો સંદેહ કરવો જ નહીં. (૪) અન્ય મમતા કષ્ટ, મંત્ર, ચમત્કાર કે પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિ બનવું નહીં. (૫) સમ્યમ્ દષ્ટિ જનોની શુભ કરણી દેખી તેની અનુમોદના કરવી. (૬) સીદાતા સાધર્મી જનોને હરેક રીતે ટેકો આપી ધર્મમાં સ્થિર કરવા.
૩. ચારિત્રાચાર-પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિને સમ્યફ પ્રકારે સંપૂર્ણ જિન વચનાનુસાર પાળવાનો ખપ કરવો.
૪. તપ-આચાર-અંતરંગ તથા બાહ્ય એમ બાર પ્રકારનાં ઈચ્છા નિરોધરૂપ તપને યથાવસરે યથાશક્તિ કરવાનો આદર રાખવો.
૫. વિર્યાચાર-(૧) ધર્મ કામમાં પોતાનાં મન, વચન અને કાયાના બળ-વીર્યને ગોપવ્યા વગર યથાશક્તિ તેનો સદુપયોગ કરવો. (૨) સાધુ, સાધ્વીએ સ્વસંયમ કરણી, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ ઇંદ્રિયોનું દમન તથા ચાર કષાયના વિજય અને મન, વચન, કાયાની શુદ્ધિ કરવામાં પોતાનું બળવિર્ય ગોપવવું નહીં. તેનો કોઈ રીતે ગેરઉપયોગ નહીં કરતાં સદા સદુપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org