________________
શ્રાવકના સમ્યક્ત-મૂલ બારવ્રતની નોંધ ૦૭૫૫
૭. ભોગપભોગ વિરમણવ્રત (બીજું ગુણવ્રત)
(ભોગ-ઉપભોગ અને વ્યાપારની મર્યાદા) બાવીસ અભક્ષ્ય રાત્રિભોજન, ચલિત રસ અને અનંતકાયનો ધારણા પ્રમાણે ત્યાગ. (૧) મધ (૨) માંસ (૩) મદિરા (૪) માખણ-એ ચાર મહાવિગઈનો ત્યાગ. અને પંદર કર્માદાનના મહા વ્યાપારનો પણ ત્યાગ કરવો. (એ ચૌદ નિયમાનુસારે સંક્ષેપ કરવામાં આવે છે. તેને દેશાવકાશિક પચ્ચકખાણ કહેવાય છે.)
૮. અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવ્રત)
બની શકે તેટલા પ્રમાણમાં આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન, રાજવિકથા, દેશવિકથા, સ્ત્રીવિકથા, ભોજનવિકથા, અને પાપોપદેશ તેમજ હિંસક પ્રયોગોનો દોષ લગાડવો નહીં.
૯. સામાયિક વ્રત (પ્રથમ શિક્ષાવ્રત)
હંમેશાં સામાયિક કે પ્રતિક્રમણ (......) અમુક કરવાં અથવા સાલભરમાં સામાયિક પ્રતિક્રમણ બંને મળી ઓછામાં ઓછાં (......) અમુક કરી આપવાં. રોગાદિક કારણે રહી જાય તો બીજા વર્ષે કરી આપવાં અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ કરી આપવા આદર રાખવો.
૧૦. દેશાવકાશિક વ્રત (બીજું શિક્ષાવ્રત)
છઠ્ઠા દિગ્ગ પ્રમાણ વ્રતમાં રાખેલી મોકળાશનો અત્રે યથાશક્તિ સંક્ષેપ કરવામાં આવે છે. તેમજ (ચૌદ નિયમોને પણ) વિશેષ પ્રકારે દેશાવકાશિક પચ્ચખાણ ધારણ કરવામાં આવે છે.
૧૧. પૌષધવ્રત (ત્રીજું શિક્ષાવ્રત)
સાલભરમાં આઠ પહોરી કે ચાર પહોરી (.....) અમુક પૌષધ કરવા, રોગાદિ કારણે રહી જાય તો બીજા વર્ષે અને ત્યારે પણ ન થાય તો અનુકૂળતાએ વધુ કરી આપવા.
૧૨. અતિથિ સંવિભાગ વ્રત (ચોથું શિક્ષવ્રત) સાલભરમાં ઓછામાં ઓછા (......) અમુક અતિથિ સંવિભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org