________________
(૧૦)
સત્તર પ્રમાર્જના ખમાસમણ તથા વાંદણાં દેતાં સત્તર સ્થાનકે પ્રમાર્જવાની જરૂર છે, તે આ પ્રમાણે :- જમણા પગનો કેડથી નીચેનો પગ પર્વત પાછલી સર્વ ભાગ પાછળનો કેડ નીચેનો મધ્ય ભાગ, ડાબા પગનો કેડ નીચેનો પાછલા પગ પર્યત સર્વ ભાગ, એ ત્રણને ચરવલાથી પ્રમાર્જવા. તેવી જ રીતે જમણો પગ, મધ્ય ભાગ અને ડાબો પગ આ ત્રણના આગલા ભાગો પણ પગ પર્યત પ્રમાર્જવા, એમ છે. નીચે બેસતી વખતે ત્રણ વાર ભૂમિ પૂજવી એમ નવ. પછી જમણા હાથમાં મુહપત્તી લઈ તે વડે લલાટની જમણી બાજુથી પ્રમાર્જતાં જતાં આખું લલાટ, આખો ડાબો હાથ અને નીચે કોણી પર્વત, તે પછી તેવી જ રીતે ડાબા હાથમાં મુહપત્તી લઈને ડાબી બાજુથી પૂંજતાં આખું લલાટ, આખો જમણો હાથ અને નીચે કોણી પર્વત, ત્યાંથી ચરવળાની દાંડીને મુહપત્તી વડે પૂજવી એમ ૧૧. પછી ત્રણ વાર ચરવળાની ગુચ્છા ઉપર એમ ૧૪ અને ઊઠતી વખતે ત્રણ વાર અવગ્રહ બહાર નીકળતાં કટાસણા ઉપર પૂંજવું, એમ સત્તર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org