Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 811
________________ શ્રાવકે પ્રતિદિન ધારવા યોગ્ય ૧૪નિયમો ૦૦૬૫ શબ્દથી ચંપલ, બૂટ, ચાખડી, મોજડી, મોજાં વગેરે તમામ સાધનો સમજવાનાં છે. ૫. તંબોલ-નિયમ-ચાર પ્રકારના આહારો પૈકી સ્વાદિમ આહાર તે તંબોલ. તેમાં પાન, સોપારી, તજ, લવિંગ, એલચી વગેરેનો સમાવેશ થાય છે. તેનું દિવસ સંબંધી પરિમાણ કરવું, તે “તંબોલ-નિયમ.” ૬. વસ્ત્ર-નિયમ-પહેરવાનાં તથા ઓઢવાનાં વસ્ત્રોનું દિવસ-સંબંધી પરિમાણ નક્કી કરવું તે, “વસ્ત્ર-નિયમ.” ૭. પુષ્પભોગ-નિયમ-મસ્તકમાં રાખવાને લાયક, ગળામાં પહેરવાને લાયક, હાથમાં લઈને સૂંઘવાને લાયક વગેરે ફૂલો તથા બનાવેલી વસ્તુઓજેવી કે ફૂલની શય્યા, ફૂલના તકિયા, ફૂલના પંખા, ફૂલની જાળી, ફૂલના ગજરા, ફૂલની કલગી, ફૂલના હાર-તોરા, તેલ, અત્તર વગેરેનું પરિમાણ નક્કી કરવું, તે “પુષ્પભોગ-નિયમ.” ૮. વાહન-નિયમ-૨થ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર, પાલખી, ગાડાં, ગાડી, સગરામ, સાઈકલ, મોટર, રેલવે, આગબોટ, ટ્રામ, બસ, વિમાન વગેરે એક દિવસમાં આટલાથી અધિક ન વાપરવાં, એમ નક્કી કરવું તે “વાહન-નિયમ'. - ૯ શયન-નિયમ-હું આજના દિવસે ખાટ, ખાટલા, ખુરશી, કોચ, ગાદી, તકિયા, ગાદલાં, ગોદડાં તથા પાટ-પ્રમુખનો દિવસ સંબંધી નિયમ કરવો તે “શયન-નિયમ.” ૧૦. વિલેપન-નિયમ-વિલેપન તથા ઉદ્વર્તનને યોગ્ય દ્રવ્યો જેવાં કે ચંદન, કેસર, કસ્તૂરી, અબીર, અરગજો તથા પીઠી પ્રમુખ દ્રવ્યોનાં પરિમાણનો દિવસ-સંબંધી નિયમ કરવો તે, “વિલેપન-નિયમ.” ૧૧. બ્રહ્મચર્ય-નિયમ-દિવસે અબ્રહ્મ સેવવું તે શ્રાવકને વર્ષ છે તથા રાત્રિની યતના કરવી આવશ્યક છે. તેના પરિમાણને લગતો જે નિયમ, તે બ્રહ્મચર્ય-નિયમ.” ૧૨. દિનિયમ-ભાવના અને પ્રયોજન પ્રમાણે દસે દિશામાં જવા-આવવાનું પરિમાણ તે “દિનિયમ'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828