________________
૭૬૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૧૩. સ્નાન-નિયમ-દિવસમાં અમુક વખતથી વધારે ન નાહવું તે બાબતનો નિયમ, તે ‘સ્નાન-નિયમ’. અહીં શ્રી જિનેશ્વરાદિની ભક્તિ-આદિ નિમિત્તે સ્નાન કરવું પડે, તેમાં નિયમનો બાધ ગણાતો નથી.
૧૪. ભક્ત-નિયમ-દિવસ-સંબંધી આહારનું પરિમાણ નક્કી કરવું એ ભક્ત-નિયમ. આ વ્રતનું પાલન સ્વઅપેક્ષાએ કરવાનું છે. કુટુંબ કે જ્ઞાતિ વગેરેનાં પ્રયોજનથી ઘરે આહારાદિ વગેરે બનાવવા પડે, તેની આમાં છૂટ રહેલી છે.
તે ઉપરાંત-નીચેના નિયમો પણ વધારે ધારવામાં આવે છે :૧. પૃથ્વીકાય-માટી કેટલી વાપરવી તે.
૨. અપ્કાય-પીવા નાહવા, ધોવા વગેરેમાં કુલ કેટલું પાણી વાપરવું તે. ૩. તેઉકાય-ચૂલા, દીવા, ભઠ્ઠીઓ, સગડી વગેરે કેટલાં વાપરવાં તે. ૪. વાયુકાય-પંખા વીંઝણાં વગેરે કેટલાનો ઉપયોગ કરવો તે.
૫. વનસ્પતિકાય-વનસ્પતિની કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો તે. ૬. અસિ-તલવાર, છરી, ચપ્પાં વગેરે કેટલાં હથિયાર વાપરવાં તે. ૨. મષી-શાહીના ખડિયા, કલમ, પીંછી, હોલ્ડર, પેન્સિલ વગેરે કેટલાં વાપરવાં તે.
૩. કૃષિ-હળ દંતાળ વગે૨ે ખેતીનાં ઓજારો કેટલાં વાપરવાં તે.
આ દરેક ચીજોનો સવારે નિયમ ધાર્યો હોય, તે સાંજે વિચારી જવો. તેમાંનું જો નિયમ ઉપરાંત વપરાયું હોય તો ગુરુ મહારાજ પાસે આલોચના કરી આજ્ઞા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું. નિયમ પ્રમાણે વપરાઈ હોય તો તે વિચારી લેવી અને થોડી વપરાઈ હોય, તો બાકીની ન વપરાયેલીની સાક્ષાત્ વપરાશથી લાગતા કર્મથી બચી જવાયું છે, માટે તેટલો લાભ ગણવો. આ પ્રમાણે નિયમો વિચારી જવાને નિયમો સંક્ષેપ્યા કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org