Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 814
________________ (૧૧) શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન (દુહા) સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય; સદ્ગુરુ સ્વામિની સરસતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન-નાયક જગ જયો, વદ્ધમાન વડવીર. એક દિન વીર-નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધિએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. "અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. વિધિશું વળી વોસિરાવીયે, પાપત્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિદો દુરિત આચાર. શુભ કરણી અનુમોદીએ, ‘ભાવ ભલો મન આણ; ‘અણસણ અવસર આદરી, ગ્નવપદ જપો સુજાણ. શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. (ઢાળ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે. પ્રાણી ! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. શા. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828