Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 808
________________ ૭૬ ૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૨૯. લોકપ્રિય થવું-વિનયાદિ ગુણે કરી લોકપ્રિય થવું. ૩૦. લજ્જાળું થવું-લાજમર્યાદામાં રહેવું. ૩૧. દયાળુ થવું-દયાભાવ રાખવો. ૩૨. સુંદર આકૃતિમાન થવું-ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી. ૩૩. પરોપકારી થવું-પરનો ઉપકાર કરવો. ૩૪. અંતરંગારિજિત્ થવું-કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છે અંતરંગ વૈરીને જીતવા. ૩૫. વશીકૃતંદ્રિયગ્રામ થવું-ઇંદ્રિયોના સમૂહને વશ કરવા. સર્વ ઇંદ્રિયોને વશ કરવાનો અભ્યાસ કરવો. શ્રાવકના ૨૧ ગુણ ૧. અશુદ્ર. ૨. રૂપવાન. ૩. શાન્ત પ્રકૃતિવાનું. ૪. લોકપ્રિય. પ. અક્ર. ૬. પાપભીરુ. ૭. અશઠ. ૮. દાક્ષિણ્યતાવાનું ૯. લજ્જાળુ. ૧૦. દયાળુ. ૧૧. મધ્યસ્થ-સૌમ્યદૃષ્ટિ. ૧૨. ગુણરાગી. ૧૩. સત્યથા.... ૧૪. સુપક્ષયુક્ત. ૧૫. દીર્ઘદર્શી. ૧૬. વિશેષજ્ઞ. ૧૭. વૃદ્ધાનુગામી. ૧૮. વિનયી. ૧૯. કૃતજ્ઞ. ૨૦. પરહિતાર્થકારી. ૨૧. લબ્ધક્ષય. ભાવશ્રાવકના ૬ લિંગ ૧. વ્રત અને કર્મ કરનારો હોય. ૨. શીળવાન હોય. ૩. ગુણવાન હોય. ૪. ઋજાવ્યવહારવાળો હોય. ૫. ગુરુશુશ્રુષાવાળો હોય. ૬. પ્રવચનકુશળ હોય. ભાવશ્રાવકનાં ૧૭ લક્ષણ નીચેની નવ વસ્તુઓનું ખરું સ્વરૂપ સમજી તેના અનર્થથી દૂર રહે - (૧) સ્ત્રી, (૨) ઇંદ્રિયો, (૩) અર્થ (પૈસો), (૪) સંસાર, (૭) ઘર, (૮) દર્શન, (૯) ગડરીપ્રવાહ (ગતાનુગતિકતા). (૧૦) આગમપુરઃસર પ્રવૃત્તિ કરે. (૧૧) યથાશક્તિ દાનાદિ પ્રવૃત્તિ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828