Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રાવકના સમ્યક્ત-મૂલ બારવ્રતની નોંધ ૦૭૫૭
કરવા જ લક્ષ રાખવું. તેમજ શ્રાવક-શ્રાવિકાએ પણ ગૃહસ્થ-ધર્મનું આરાધન કરવા સદ્દગુરુનાં અમૃત વચનનું આદર સહિત શ્રવણ કરવું, સ્વશક્તિ અનુસારે પોતાનાં તન, મન, વચન અને ધનનો સદુપયોગ કરી લેવા ચૂકવું નહીં, પોતાની શક્તિનો જે સદુપયોગ થાય તે જ સાર્થક ગણાય, બાકી જો તેનો ગેરઉપયોગ થાય તો તે સંસારવૃદ્ધિ માટે જ સમજવો.
સંલેખનાવત-મરણ-સમયે યોગ્ય સમાધિ, સ્થિરતા અને આરાધના જળવાઈ રહે તે માટે જ્યારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું તજી દઈને મરણ-પર્યતનું અણસણ' કરવું તે “સંલેખના વ્રત'નો મુખ્ય હેતુ છે.
શ્રાવક યોગ્ય અગિયાર પડિમા(પ્રતિમા)નાં નામ (૧) દર્શન (સમકિત) પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) કાયોત્સર્ગ પ્રતિમા (અભિગ્રહ વિશેષરૂપ) (૬) મૈથુન વર્જન પ્રતિમા (૮) સચિત્ત વર્જન પ્રતિમા (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા (૯) પ્રેષ્ય (અન્ય સેવકાદિક પાસે પણ) આરંભવર્જન પ્રતિમા (૧૦) પોતાને નિમિત્તે કરેલું ભોજન અશનાદિક વર્જન પ્રતિમા (૧૧) શ્રમણ ભૂત મુનિવત્ વર્તન પ્રતિમા. પ્રતિમા (શબ્દથી) અમુક અભિગ્રહ અથવા નિયમ વિશેષ જાણવો.
Jain Edus.-3.-140ational
For Private & Personal Use Only
www.jainelibrary.org