________________
(૬)
શ્રાવકના સમ્યક્ત્વ-મૂલ બારવ્રતની નોંધ અને જ્ઞાન-આદિ પાંસઆચાર તથા સંલેખના વ્રત વગેરેની સંક્ષેપ ટીપ. તથા શ્રાવકની અગિયાર પ્રતિમા.
સમ્યક્ત્વનું સ્વરૂપ
૧. દેવ-અઢાર દૂષણ રહિત શ્રીતીર્થંકર ભગવાન-કેવલી ભગવાનને જ દેવાધિદેવ તરીકે માનવા.
૨. ગુરુ-વીતરાગની આજ્ઞા પ્રમાણે વર્તનાર શુદ્ધ માર્ગ પ્રરૂપક અને કંચન-કામિનીના ત્યાગી મુનિરાજને સાચા ગુરુ તરીકે માનવા.
૩. ધર્મ-શ્રી તીર્થંકર ભગવાને પ્રરૂપેલ ધર્મને શુદ્ધ ધર્મ તરીકે
માનવો.
૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (પહેલું અણુવ્રત) (મોટી હિંસાનો ત્યાગ)
કારણ વિના નિરપરાધી કોઈ પણ ત્રસ જીવને સંકલ્પપૂર્વક મારવો નહીં, મરાવવો નહીં.
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. (બીજું અણુવ્રત) (પાંચ મોટાં જુઠાણાનો ત્યાગ)
૧. કન્યાલીક-છોકરા છોકરી, દાસ દાસી વગેરે કોઈ પણ મનુષ્યનાં રૂપ, ઉંમર, ગુણ કે આદત વગેરે બાબતમાં, જૂઠું બોલવું નહિ. કોઈ સલાહ માગે તો તેને સ્પષ્ટ કહી દેવું કે “ભાઈ, આમાં તો તમારે જિંદગી નિભાવવાની છે. માટે ઉચિત લાગે તેમ કરો' પણ જૂઠું કંઈ કહેવું નહીં.
૨. પશુઅલીક-ચોપગા જાનવરની ઉંમર. દૂધ, વેતર કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહીં.
૩. ભૂય્યલીક-જમીન તથા મકાનની બાબતમાં જૂઠું બોલવું નહીં.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International