________________
(૨૦) પ્રભુ સ્તુતિ* (૧)
છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રીવીર જિણંદની; ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની. આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે; પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે.
(૨)
આવ્યો શરણે તુમારા જિનવર ! કરો, આશ પૂરી હમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં, સાર લે કોણ મારી ? ગાયો જિનરાજ આજે હરખ અધિકથી, પર્વ આનંદકારી, પાયે તુમ દર્શ નાસે ભવ-ભય ભ્રમણા, નાથ સર્વે અમારી. ૧.
(૩)
હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ, મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે કે વિભુ ! મુક્તિ મંગલ સ્થાન તો ય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી.
૧.
Jain Education International
* પ્રભુ સ્તુતિ, ચૈત્યવંદન, સ્તવન વગેરેમાં ભાષાની દૃષ્ટિએ શક્ય તેટલો સુધારો કર્યો છે, પણ છંદની દૃષ્ટિએ જે અશુદ્ધિઓ છે, તે સુધારવા જતાં મૂળ કલેવર બદલાઈ જાય એટલે તેમાં કંઈ ફેરફાર કર્યો નથી.
For Private & Personal Use Only
૧.
www.jainelibrary.org