Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 743
________________ સજઝાયો ૯૭૨૫ માન કર્યું જો રાવણે, તો તે રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. સૂકાં લાકડાં સારીખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે.. માયા વિશે સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત્; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૧. મુખ મીઠો જૂઠો મને જી રે ! કુડ-કપટનો રે ! કોટ; જીભે તો જી જી કરે જી રે ! ચિત્તમાં તાકે ચોટ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૨. આપ ગરજે આઘો પડે જી રે ! પણ ન ધરે રે ! વિશ્વાસ; મનશું રાખે આંતરોજી રે ! એ માયાનો પાસ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૩. જેહશું બાંધે પ્રીતડીજી રે ! તેહશું રહે પ્રતિકૂળ; મેલ ન છંડે મનતણોજી રે ! એ માયાનું મૂળ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૪. તપ કીધો માયા કરીજી રે ! મિત્ર શું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી રે ! તે પામ્યા સ્ત્રીવેદ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૫. ઉદયરત્ન કહે સાંભળો જી રે ! મેલો માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવાતણો જી રે ! એ મારગ શુદ્ધ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828