Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રોષધ-વિધિ ૦૬૪૫
આલોઉં ?' એમ કહેવું. ગુરુ કહે “આલો એહ એટલે “ઈચ્છે' કહી
ગમણાગમણે આલોવવા. (૩) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. પડિલેહણ કરું ?' ગુરુ કહે “કરેહ' એટલે “ઇચ્છે' કહી ખમા. પ્રણિ. કરીને કહેવું કે ઇચ્છા. પોસહશાલા પ્રમાણું ?' ગુરુ કહે “પમજેહ' એટલે “ઈચ્છે' કહી ઉપવાસવાળાએ મુહપત્તી, કટાસણું અને ચરવાળો એ ત્રણ અને આયંબિલ એગાસણવાળાએ તે ત્રણ ઉપરાંત કંદોરો અને ધોતિયું એમ પાંચની પડિલેહણા કરવી (૪) પછી ખમા. પ્રણિ. કરી “ઇરિયાવહી પડિક્કમવી (ઉપવાસવાળાને ઇરિયાવહી પડિક્કમવાની નથી.) અને ખમી. પ્રણિ. કરી ઈચ્છકારી ભગવન્પસાય કરી પડિલેહણા પડિલેહાવો* જી' એમ કહીને વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહવું. (૫) પછી ખમા. પ્રણિ. કરીને કહેવું કે ઇચ્છા. ઉપધિ-મુહપત્તી પડિલેહું?' ગુરુ કહે “પડિલેહણ' એટલે “ઇચ્છે” કહી મુહપત્તીની પડિલેહણા કરવી. (૬) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. સઝાય કરું ?' એમ કહી સઝાયનો આદેશ માગવો. ગુરુ કહે “કરેહ' એટલે ઊભડક બેસી એક નમસ્કાર ગણી “મન્નત જિણાણ'ની સઝાય બોલવી. (૭) પછી ખાધું હોય તેણે દ્વાદશવર્ત-વંદન કરીને અને બીજાને ખમા. દઈને પાણહારનું પચ્ચકખાણ કરવું. પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચઉવિહારનું પચ્ચખાણ કરવું. અને ચોવિહાર ઉપવાસવાળાએ “પારિદ્રાવણિયા' આગાર વગરનું “સૂરે ઉગ્ગએ ચોવિહારનું પચ્ચખાણ કરવું. (૮) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. ઉપધિ સંદિસાહે?” એમ કહેવું અને ગુરુ કહે “સંદિસાવેમિ એટલે “ઈચ્છે' કહી ખમાં. પ્રણિી કરી ફરી કહેવું કે “ઈચ્છા. ઉપધિ પડિલેહઉં ?' ગુરુ કહે “પડિલેહેહ' એટલે “ઇચ્છે” કહી પ્રથમ પડિલેહતાં બાકી રહેલાં વસ્ત્રોની
* શ્રાવિકાએ મુહપત્તિ, ચરવળો, કટાસણું, સાડી, કંચૂક અને અધરીયવસ્ત્ર-(ચણિયો કંદોરા સાથે) પડિલેહણ કરવાં.
-(ધર્મસંગ્રહ ભાગ-૧. પૃ. ૨૫૭) + જો ચંદનકના પ્રતિષ્ઠિત કાયમી સ્થાપનાજી હોય તો સ્થાપવાની જરૂર નહિ. પણ
પુસ્તક માળા વગેરે ઉપકરણોની ઇત્વરિક' એટલે અલ્પકાળ માટે સ્થાપના કરેલી. હોય. તો પડિલેહણ કરવા પહેલાં ઉત્થાપવી અને પડિલેહણ કર્યા પછી પુનઃ તે સ્થાપીને બાકીની ક્રિયા કરવી. -(ધર્મસંગ્રહ ભાગ-૧, પૃ. ૨૫૭ પાદનોંધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org