________________
પોષધ-વિધિ ૬૪૩
આલોવવા. ૧
(૧૧) જો ચોમાસું હોય તો મધ્યાહનના દેવ વાંધા અગાઉ બીજી વાર કાજો લેવો જોઈએ. તેને માટે એક જણે ઈરિયાવહી પડિક્કમીને કાજો લેવો અને તે શુદ્ધ કરીને યોગ્ય સ્થાને પરઠવવો. (ત્યાર પછી ઈરિયાવહી પડિક્કમવા નહીં.) પછી મધ્યાહનના દેવ વાંદવા. તેનો વિધિ પૂર્વવત્ જાણવો. પછી જેને પાણી વાપરવું હોય કે આયંબિલ, એકાસણ કરવા જવું હોય તેણે પચ્ચખાણ પારવું. (પચ્ચખાણ પારવાની વિધિ અન્યત્ર આપેલી છે.)
(૧૨) પાણી પીવું હોય તેણે ઘડો તથા પવાલું યાચી તેનું પડિલેહણ કરી તેમાં યાચેલું અચિત્ત જળ કટાસણાં પર બેસીને પીવું અને પાણી પીવાનું પાત્ર લૂછીને મૂકવું. પાણીવાળાં પાત્ર ઉઘાડાં રાખવાં નહિ.
(૧૩) જો આયંબિલ, નિવ્વી કે એગાસણ કરવા પોતાને ઘેર જવું હોય તો ઇર્યાસમિતિ શોધતાં જવું અને ઘરમાં પ્રવેશ કરતાં “જયણા-મંગળ' બોલીને આસન (કટાસણું) નાખી, બેસીને સ્થાપનાજી સ્થાપી, ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમ. પ્રણિ. કરી “ગમણાગમણે” આલોવવા. પછી કાજો લઈ પાઠવી ઇરિયાવહી કરી પાટલો તથા થાળી વગેરે વાસણો યાચી પ્રમાર્જીને, પછી આહાર યાચી સંભવ હોય તો અતિથિ-સંવિભાગ કરીને, નિશ્ચલ આસને બેસીને મૌન-પૂર્વક આહાર કરવો. બનતાં સુધી આહાર પ્રણીત (રસ-કસવાળો) ન જોઈએ, અને પીરસનાર “વાપરો” એમ કહે, પછી જ વાપરવી. જેને ઘરે ન જવું હોય તે પોષધશાળાએ પૂર્વપ્રેરિત પુત્રાદિકે આણેલો આહાર કરી શકે છે, પણ સાધુની જેમ વહોરવા જઈ શકે નહિ. તે માટે પ્રથમ સ્થાનનું પ્રમાર્જન કરવું અને તે પર કટાસણું બિછાવવું. પછી
૧. જ્યારે જ્યારે સો હાથ ઉપરાંત જવાનું થાય, અથવા કાંઈ પણ પાઠવવાનું થાય ત્યારે
ઇરિયાવહી પડિક્કમવા અને “ગમણાગમણે આલોવવા. ૨. વાપરવાનું વાસણ અક્ષરોથી અંક્તિ ન હોવું જોઈએ; કેમકે અક્ષર પર હોઠ લગાડવાથી
અગર એઠું પાણી અડવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ૩. ત્રણ વાર “આવસહિ' કહીને પોસહ શાળામાંથી નીકળવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org