________________
(૧૯) શ્રી અષ્ટપ્રકારી પૂજા વિધિ [આરતીઓ, મંગળ દીવા સહિત]
પ્રભુ પ્રદક્ષિણા વખતે બોલવાના દુહા કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર; તે ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં સાર. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પ્રદક્ષિણા ત્રણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે. ભવ દુઃખ ભંજનહાર. ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય; પ્રદક્ષિણા તે કારણે, ભવિક જન ચિત્તલાય. (અદ્યમે સફલ જન્મ, અઘમે સફલા કિયાઃ | અઘમેં સફલ ગાત્ર, જિનેન્દ્ર તવ દર્શનાર્ II)
શ્રી જિનપૂજાની સાત શુદ્ધિ. શ્રાવકોએ રોજ શ્રી જિનેશ્વર દેવોની દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે પૂજા કરવી જોઈએ. અષ્ટપ્રકારની પૂજા એ દ્રવ્યપૂજા છે અને તેના કરનારે સાત પ્રકારની શુદ્ધિ જાળવવામાં પણ ઉપયોગવાળા બનવું જોઈએ. એને માટે ચોસઠ પ્રકારી પૂજામાં કહ્યું છે કે :
“સાતે શુદ્ધિ સમાચરીરે, પૂજીશું અમે રંગે લાલ
આ સાત શુદ્ધિનાં નામો નીચે મુજબ છે કે :- અંગ, વસન, મન, ભૂમિકા, પૂજોપકરણસાર; ન્યાયંદ્રવ્ય, વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.
( ૧ી.
૧. અંગશુદ્ધિ-શરીર બરાબર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કોરા રૂમાલથી શરીરને બરાબર લૂછવું તથા નાહવાનું પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org