Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૬૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
ઢોળતાં જીવ-જંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું.
૨. વસ્ત્રશુદ્ધિ-પૂજા માટે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવો. પુરુષોએ મુખકોશ માટે રૂમાલ રાખવાનો નથી. પૂજા માટેનાં વસ્ત્રો સફેદ, ફાટ્યા કે બળ્યા વગરનાં તથા સાંધા વિનાનાં રાખવાં. વસ્ત્રો હંમેશાં ચોખ્ખાં રહે તેમ કરવું. એ વસ્ત્રો પૂજાના કામ સિવાય બીજા કોઈપણ કામમાં વાપરવાં નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નાડેલાને અડવું નહિ.
૩. મનઃશુદ્ધિ-જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું. બીજું બધું તે વખતે ભૂલી જવું.
૪. ભૂમિશુદ્ધિ-દેરાસરમાં કાજો બરાબર લીધો છે કે કેમ તે જોવું. પૂજાનાં સાધનો લેવા-મૂકવાની જગ્યા પણ બને તેમ શુદ્ધ રાખવી.
૫. ઉપકરણશુદ્ધિ-પૂજામાં જોઈતાં ઉપકરણો કેસર, સુખડ, બરાસ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઊંચી જાતિનાં પોતાના ઘરમાં લાવવાં, કળશ, ધૂપધાણાં, ફાનસ, અંગલુછણાં વગેરે સાધનો ખૂબ ઊજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે, તેમ આફ્લાદક વધારે આવશે અને ભાવની વૃદ્ધિ થશે.
૬. દ્રવ્યશુદ્ધિ-જિનપૂજા આદિ શુભ કાર્યમાં વપરાતું દ્રવ્ય જો ન્યાયથી ઉપાર્જન કરેલું હોય, તો ભાવની બહુ જ વૃદ્ધિ થાય છે.
૭. વિવિશુદ્ધિ-સ્નાન કરીને શુદ્ધ ઊજળાં વસ્ત્ર પહેરી, પૂજાનાં ઉપકરણો લઈ, શુભ ભાવના ભાવતા જિન મંદિરે જવું. રસ્તામાં કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ ન થઈ જાય એ ધ્યાનમાં રાખવું.
શ્રી જિન મંદિરમાં પ્રવેશ દેરાસરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં મન, વચન, અને કાયાએ કરીને ઘર સંબંધી વ્યાપાર-અર્થ અને કામના રૂપ ત્રણ વખત પહેલી નિસીહિ' કહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમો નિણાણે” બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org