Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ઓછાડ) પાથરે. મુહપત્તી કેડે ભરાવે. કટાસણું-ચરવળો જમણે પડખે રાખી મૂકે અને માતરિયું પહેરીને સૂએ.'
(૨૩) રાત્રિએ ચાલવું પડે તો ડંડાસણ વડે પડિલેહતાં ચાલે. વચમાં જાગે તો બાધા ટાળી ઇરિયા. કરી “ગમણાગમણે આલોવવાં અને ઓછામાં ઓછી ત્રણ ગાથાનો સ્વાધ્યાય કરી સૂએ.
(૨૪) પાછલી રાતે જાગીને નમસ્કાર સંભારી ભાવના ભાવી માતરાની બાધા ટાળી આવે. પછી ઈરિયાવહી પડિક્કમીને ગમણાગમણે આલોવીને “કુસુમિણ-દુસુમિણનો કાઉસ્સગ્ન કરીને ચૈત્ય. ભગવાનહમ્ ચાર વંદન કરીને સજઝાય કરી “ઈચ્છકાર' બોલીને ગુરુમહારાજને સુખશાતા પૂછવી. પ્રતિક્રમણના અવસરે રાત્રિક પ્રતિક્રમણ કરે, પરંતુ વચ્ચે આંતરું પડ્યું હોય તો ઈરિયા, પડિક્કમીને* રાઠય પ્રતિ. કરવું.
(૨૫) પછી સ્થાપનાચાર્યજીનું પડિ. થયા બાદ પૂર્વોક્ત વિધિએ પડિલેહણ કરે અને ઈરિયા. પૂર્વક કાજો લઈ પૂર્વોક્ત વિધિએ દેવ વાંદે તથા સઝાય કરે.
* (૧) તેમાં પોસહમાં “કલ્યાણ કંદની સ્તુતિ બાદ નમોત્થણં' સૂત્ર પછીનો પોસહ ચાલુ રાખવો હોય તો અહીં નવેસરથી ઉચ્ચારવો અને પોસહ લેવાના સઘળા આદેશ લેવા, અને બાકીના પોસહવાળાએ ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. બહવેલ સદુસાહું ! (ગુરુ કહે-સંદિસહ) ઇચ્છે' કહીને પુનઃ ખમા. પ્રણિ. કરીને ઇચ્છા. સંદિ. ભગ. બહુવેલ કરીશું ? (ગુર કહે-કરજો) એ પ્રમાણે આદેશ માગીને પછી ભગવાન હમ્ ઇત્યાદિ વિધિ કરવી.
(૨) અહીં ધર્મસંગ્રહમાં નીચે પ્રમાણે પાઠ મળે છે.
તે પછી સાધુ અને જેણે પૌષધ કર્યો હોય તેવો શ્રાવક પણ બે ખમાસમણ દેવા પૂર્વક ઇચ્છા. સંદિ. ભગ. બહુવેલ સંદિસાવમિ. અને ઈચ્છા. સંદિ. ભગ. બહુવેલ કરેમિ એમ બે આદેશોથી બહુવેલની આજ્ઞા માગે (બહુવેલ-શ્વાસોશ્વાસ વગેરે વારંવાર થતી ક્રિયાઓ, જેને રોકી ન શકાય અને તેના માટે વારંવાર આજ્ઞા ગુરુ પાસેથી લઈ શકાય નહિ તેવી ક્રિયાઓને બહુવેલ કહેવાય છે.) ત્યાર પછી ભગવાન હમ્ બોલી વંદન કરીને શ્રાવક “અઠ્ઠાઈજેસ' વગેરે બોલે (વર્તમાનમાં તે પછી વિહરમાન જિનનું અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન કરાય છે. તે પ્રભાતિક મંગળરૂપ સમજવું.)-(ધર્મસંગ્રહ ભા-૧, પૃ. ૫૯૩ પાદનોંધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org