________________
પોષધ-વિધિ૦૬૪૭ માત્ર મુહપત્તીનું જ પડિલેહણ કરવું પરંતુ પોષધ ઉચ્ચાર્યા બાદ પડિલેહણ તથા દેવવંદન કરાય તે વધારે યોગ્ય છે.
(૨૦) જેણે સવારે આઠ પહોરનો જ પોષધ લીધો હોય તે સાંજના દેવ વાંદ્યા પછી કુંડળ જાચી લે, એટલે રૂનાં બે પૂંભડાં બે કાનમાં રાખે. જો તે ગુમાવે તો આલોયણ આવે. પછી ડંડાસણ તથા રાત્રિને માટે ચૂનો નાખેલું અચિત્ત પાણી વાચીને રાખી મૂકે તથા સો હાથ વસતિ જોઈ આવે, જેમાં રાત્રે માતરું વગેરે પરઠવી શકાય. પછી ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી કહી ઇચ્છા. ચંડિલ પડિલેહું?' એમ કહીને આદેશ માગે. ગુરુ કહે “પડિલેહેહ' એટલે “ઇચ્છે' કહીને વિધિ મુજબ “ચોવીસ માંડલા' કરવાં. સૂત્ર-૫૦
આ પ્રમાણે ચોવીસ માંડલાં કર્યા પછી ઇરિયાવહી પડિક્કમીને ‘સકલ-કુશલવલ્લી'-એ સ્તુતિ બોલીને ચૈત્યવંદન-પૂર્વક પ્રતિક્રમણ કરવું.
(૨૧) રાત્રિ-પોષધવાળા પહોર રાત્રિ-પર્યત સ્વાધ્યાય-ધ્યાન કરે. પછી ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી ?' એમ બોલે. ગુરુ કહે “તહ ત્તિ' એટલે ખમા. પ્રણિ. કહી ઈરિયાવહી પડિક્કમે. પછી ખમા: પ્રણિ. કરી “ઈચ્છા. બહુપડિપુન્ના પોરિસી રાઈય-સંથારે ઠાસું મિ?” એમ કહે. ગુરુ કહે “ઠાજો' એટલે “પણિહાણ-સુત્ત” સુધીના પાઠો બોલી ચૈત્યવંદન કરે. તેમાં ચૈત્યવંદન-અધિકારે ‘પાસનાહ-જિણ-થુઈ' (‘ચીક્કસાયન' સૂત્ર ) બોલે. પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. સંથારા-વિધિ ભણવા મુહપત્તી પડિલેહું ?' એમ કહી આદેશ માગે અને ગુરુ “પડિલેહેહ કહે ત્યારે “ઇચ્છ કહી મુહપત્તીનું પડિલેહણ કરે અને “નિસીહિ નિરીતિ નિસીહિ' નમો ખમાસમણણું ગોયમાઈણ મહામણીશં” આટલો પાઠ, “નમસ્કાર” તથા “સામાઈય-સુત્ત ત્રણ વાર કહે, પછી “સંથારા-પોરિસી' ભણાવે. તેમાં
અરિહંતો મહાદેવો' એ ગાથા ત્રણ વાર બોલે. પછી સાત નમસ્કાર ગણી બાકીની ગાથાઓ બોલે. . (૨૨) આ પ્રમાણે સંથારા-પોરિસી કહી રહ્યા પછી સ્વાધ્યાય-ધ્યાન કરે અને જ્યારે નિદ્રા-પીડિત થાય ત્યારે લઘુશંકાની બાધા ટાળીને ઇરિયા. ગમણાગમણે' કરી દિવસે પડિલેહેલી જગાએ સંથારો કરે. તે આ પ્રમાણે : પ્રથમ જમીન પડિલેહીને સંથારિયું પાથરે. તેની ઉપર ઉત્તરપટ્ટો (એકપડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org