________________
૬૪૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાત્ર વગેરેનું પ્રમાર્જન કરી. સ્થાપના સ્થાપીને ઈરિયાવહી પડિક્કમવો અને નિશ્ચલ આસને બેસી મૌન-પૂર્વક આહાર કરવો કોઈ પણ સચિત્ત, કે પાપડ વગેરે અવાજ થાય તેવી ચીજ ન વાપરવી.
તથા પ્રકારનાં કારણ વિના મોદકાદિ સ્વાદિષ્ટ વાનીઓ તથા લવંગાદિક તાંબૂલ વાપરવાં નહિ અને ભોજન વાપરતા બચકારા ન બોલાવાય, સૂરસૂર અવાજ ન કરાય, જમતાં ઉતાવળ ન કરાય, અત્યંત વાર પણ ન કરાય તથા એઠું છાંડવું નહીં, થાળી વગેરે ધોઈને પી જવું, અને થાળી, વાટકા વગેરે લૂછીને સાફ કરવાં-આ પ્રમાણે વિધિ છે.
પછી મુખ-શુદ્ધિ કરીને તિવિહારનું પચ્ચખાણ કરવું ને નમસ્કાર ગણીને ઊઠવું તથા કાજો લઈને પરઠવવો. પછી પોષધશાળાએ આવીને સ્થાપનાજી-સંમુખ ઈરિયાવહી પડિક્કમીને સો ડગલાંથી વધારે દૂર ગયા હોય તો ગમણાગમણે સૂટ આલોવવીને પછી ચૈત્યવંદન કરવું. તેમાં જગચિંતામણિ સુત્ત' બોલવું અને “પણિહાણ-સુત્ત' (“જયવયરાય–સૂત્ર) સુધીનો સર્વ વિધિ કરવો.
(૧૪) ત્યાર પછી સ્વાધ્યાય અને ધ્યાનમાં પ્રવૃત્ત થવું. તથા શ્રી જ્ઞાનપંચમીએ જ્ઞાનના, અને મૌન એકાદશીએ દોઢસો કલ્યાણકના અને ત્રણે ચોમાસી ચૌદસ-વગેરે પર્વોમાં ચોવીસ તીર્થંકરના વિસ્તારથી વિધિપૂર્વક દેવવંદન કરવાં.
(૧૫) ત્રીજા પહોર પછી મુનિ મહારાજે સ્થાપનાચાર્યનું પડિલેહણ કર્યું હોય તો તેની સમક્ષ (બીજી વારનું) પડિલેહણ કરવું. તે આ પ્રમાણે :
(૧) પ્રથમ ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. બહુપડિપુના પોરિસી ?” એમ કહેવું. ત્યારે ગુરુ કહે “તત ત્તિ એટલે “ઈચ્છે કહી ખમા. પ્રણિ. કરી ઇરિયાવહી પડિક્કમવા. (૨) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. ગમણાગમણે
૧. ત્રણ વાર ‘નિસીહા' કહીને પોસહશાળાએ પ્રવેશ કરવો. આ પ્રમાણે દરેક વખતે
પોસહશાળામાં તથા જિનમંદિરમાં પ્રવેશતાં અને બહાર જતાં “નિસીપી અને “આવસતિ પાઠ ત્રણ વાર બોલવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org