________________
૬૪૦
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
અથવા વડીલનું ઉત્તરીય વસ્ત્ર પડિલેહી) ખમા. પ્રણિ. ‘ઇચ્છા. ઉપધિમુહપત્તી ડિલેહું ?’ એમ કહેવું. ગુરુ કહે ‘પડિલેહેહ' એટલે ‘ઇચ્છું' કહી મુહપત્તી પડિલેહવી. (૧૦) પછી ખમા: પ્રણિ. કરી ‘ઇચ્છા. ઉપધિ સંદિસાહુ ?' એમ કહેવું. ગુરુ કહે, ‘સંદિસાવેમિ’ એટલે ‘ઇચ્છું’ કહી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. ઉષિ ડિલેહું ?' એમ કહેવું. ગુરુ કહે, ‘પડિલેહે’ એટલે ‘ઇચ્છું' કહી બાકીનાં વસ્ત્રો પડિલેહવાં. (૧૧) પછી એક જણે ડડાસણ જાચી લેવું અને તેને ડિલેહી, ઇરિયાવહી પડિક્કમીને કાજો લેવો. પછી તેને શુદ્ધ કરી, જીવ-જંતુ જીવતું કે મરેલું હોય તે તપાસી ત્યાં જ-સ્થાપનાચાર્ય સન્મુખ ઊભા રહી, ઇરિયાવહિયા પડિક્કમી લોગસ્સ સૂત્ર પ્રકટ કહીને ડંડાસણ વડે પ્રમાર્જન કરતાં કરતાં નિરવઘ ભૂમિકાએ જઈ ‘અનુનાળદ નસ્સુ ાહો' કહીને કાજો પરઠવવો અને ત્રણ વાર વોસિરે' કહેવું. (૧૨) પછી મૂળ સ્થાનકે આવી ઇરિયાવહિ. પ્રતિક્રમણ કરીને ગમણા-ગમણે સૂત્ર આલોવવા પૂર્વક બધાની સાથે દેવ-વંદન કરવું અને સજ્ઝાય કરવી.
(૪) દેવ-વંદનનો વિધિ આ પ્રમાણે જાણવો :
(૧) પ્રથમ ખમા. પ્રણિ. કરી, ઇરિયાવહી પડિક્કમી લોગસ્સ કહી, ઉત્તરાસણ નાખીને ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. ચેઇયવંદણું કરેમિ' એમ કહેવું. પછી ‘ઇચ્છું’ કહી, ચૈત્યવંદન, ‘તિત્થ-વંદણ-સુત્ત' (‘જંકિંચિ' સૂત્ર) ‘સક્કત્થયસુત્ત’ (‘નમો ત્યુ ણું' સૂત્ર) અને ‘પણિહાણ-સુત્ત’ (‘જયવીયરાય સૂત્ર') ‘આભવમખંડા' સુધી કહી, ખમા. પ્રણિ. કરી, ચૈત્યવંદન કરી, ‘સક્કત્થય સુત્ત' કહી ચાર થોઈઓ (સ્તુતિઓ) બોલવા સુધીનો સર્વ વિધિ કરવો. (૨) પછી ‘સક્કત્થય-સુત્ત' વગેરે બોલીને બીજી વાર ચાર થોઈઓ બોલવી. (૩) પછી ‘સક્કત્થયસુત્ત’ તથા ‘સવ્વચેઈય-વંદણ-સુત્ત’ (‘જાવંતિ ચેઈઆઈ') અને ‘સવ્વસાહૂ-વંદણ-સુત્ત’(‘જાવંત કે વિ સાહૂ’)નો પાઠ
૧. વસ્તુઓ જાચવાનો અર્થ છૂટા ગૃહસ્થો પાસેથી ‘આ વસ્તુ અમે વાપરીએ' એવો આદેશ લેવાનો છે.
૨. કાજામાં સચિત્ત-એકેંદ્રિય (અનાજ તથા લીલી વનસ્પતિ) તથા કલેવર નીકળે તો ગુરુ પાસે આલોયણા લેવી. ત્રણ જીવ નીકળે તો યતના કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org