________________
(૧૨)
પોષધ-વિધિ (૧) પોષધના પ્રકારો : પોષધના મુખ્ય ચાર પ્રકારો છે : (૧) આહાર-પોષધ, (૨) શરીર-સત્કાર-પોષધ (૩) બ્રહ્મચર્ય-પોષધ અને (૪) અવ્યાપાર-પોષ. આ ચારે પ્રકારના દેશ અને સર્વથી બે બે ભેદો છે, પરંતુ વર્તમાન સામાચારીમાં આહાર-પોષધ દેશ અને સર્વથી કરવામાં આવે છે અને બાકીના ત્રણે પોષધો સર્વથી કરવામાં આવે છે. તિવિહાર ઉપવાસ. આયંબિલ, નિવ્વી તથા એગાસણ કરવું તે દેશઆહાર-પોષધ છે અને ચોવિહાર ઉપવાસ કરવો તે સર્વઆહાર-પોષધ છે.
(૨) પોષધમાં પ્રતિક્રમણાદિ: પોષધ કરવા ઇચ્છનારે પ્રભાતમાં વહેલા ઊઠીને રાત્રિક-પ્રતિક્રમણ કરવું. પછી ઉપાશ્રયે આવીને ગુરુ-સમક્ષ પોષધ ઉચ્ચરવો. વર્તમાન સામાચારી આ પ્રમાણે છે, પરંતુ મુખ્ય વૃત્તિએ સવારે પોષધ લઈને પછી પ્રતિક્રમણ કરવું ઘટે છે. આ પ્રતિક્રમણમાં સાત લાખ સૂત્ર અને અઢાર પાપ સ્થાનક' સૂત્રને બદલે “ગમણાગમણે સૂત્ર-૪૯ બોલવું. અને સાહુ-વંદણ-સુત્ત” (“અઢાઈજેસુ' સૂત્ર) પહેલાં “બહુવેલ'ના આદેશો લેવા. પછી ચાર ખમા, પ્રણિ. વડે આચાર્યાદિને વંદન કરી “સાહુ-વંદણ-સુત્ત' (“અઠ્ઠાઈ સૂત્ર') કહેવું અને પ્રતિક્રમણ પૂરું કરવું. પછી ખમા. પ્રણિ. પૂર્વક ઈરિયાવહિય કરી ખમા. પ્રણિ પૂર્વક આદેશ માગવો. “ઇચ્છા. પડિલેહણ કરું?” પછી “ઇચ્છે કહી પાંચ વાનાં પડિલેહવાં : મુહપતી, ચરવલો, કટાસણ, કંદોરો, ધોતિયું. પછી ઈરિયા. કહી બાકીનાં વસ્ત્ર પડિલેહવાં. તે પછી દેવવંદન કરવું.
૧. પોષધના અર્થ વગેરે માટે જુઓ પ્રબોધટીકા, ભાગ ૨ જો, સૂત્ર ૩૪ની ગાથા ૨૯,
કાલિકાસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય તથા અભયદેવસૂરિ વગેરેએ “પોષધ' શબ્દને શુદ્ધ ગણી
તેનો વ્યવહાર કરેલો છે. ૨. રાત્રિક-પોષધમાં પણ બીજે દિવસે સવારના પ્રતિક્રમણમાં આ પ્રમાણે વિધિ કરવો,
પરતુ પોષધ લેવાનો હોય તો અહીં નવેસરથી ઉચ્ચરવો અને પોષધ લેવાના સઘળા આદેશ.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org