________________
પોષધ-વિધિ૬૩૯
(૩) પછી ઉપાશ્રયે આવી પોષધ માટે ગુરુ-સન્મુખ નીચે પ્રમાણે વિધિ કરવો :- (એમાં પ્રતિક્રમણ સાથે પડિલેહણ કરનારે નીચે પ્રમાણે વિધિ તો કરવાનો, પણ વસ્ત્રો પડિલેહવાં નહિ; કેમ કે પૂર્વે પડિલેહેલાં છે.)
(૧) ખમા. પ્રણિ. કરી, “ઇરિયાવહી પડિક્કમી,” “તસ્સ ઉત્તરી સૂત્ર તથા “અન્નત્થ' સૂત્ર બોલી, કાઉસ્સગ્ન કરવો. તેમાં “ચકવીસત્યયસુત્ત'(“લોગસ્સ” સૂત્રોનું સ્મરણ કરી કાઉસ્સગ્ન પારી તે સૂત્ર પ્રગટ બોલવું. (૨) પછી “ઇચ્છા. પોસહ-મુહપત્તી પડિલેહું ?' એમ કહી મુહપત્તી પડિલેહવાની આજ્ઞા માગવી. ગુરુ કહે “પડિલેહેહ' એટલે “ઈચ્છે” કહી બેસીને મુહપત્તી પડિલેહવી. (૩) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. પોસહ સંદિસાહ ?' એમ કહી આજ્ઞા માગવી. ગુરુ કહે “સંદિસામિ.' એટલે ઇચ્છે' કહી ખમા. પ્રણિ. કરી કહેવું કે “ઈચ્છા. પોસહ ઠાઉં ?' ગુરુ કહે ઠાએહ એટલે “ઇચ્છે' કહી ઊભા ઊભા એક નમસ્કાર ગણવો. (૪) પછી “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પોસહદંડક ઉચ્ચરાવો જી' એમ કહી ગુરુ મહારાજ પાસે વડીલ પાસે અથવા તેવો યોગ ન હોય તો જાતે પોસહ લેવાનું સૂત્ર (ક્રમાંક ૪૮) ઉચ્ચરવું (પ) પછી સામાયિક-મુહપત્તી પડિલેહણાના આદેશથી માંડીને ત્રણ નમસ્કાર ગણીને સઝાય કરવા સુધી સામાયિક લેવાનો સર્વ વિધિ કરવો. તેમાં વિશેષતા એટલી કે “ગાવ નિય’ને બદલે “વાવ પોસ€ કહેવું. (૬) પછી ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. બહુવેલ સંદિસાહુ ?” કહેવું. ગુરુ કહે “સંદિસહ' એટલે “ઇચ્છે' કહી ખમા. પ્રણિ. કરી “ઈચ્છા. બહુવેલ કરીશું' એમ કહેવું. ગુરુ કહે “કરજો” એટલે “ઈચ્છ” કહેવું. (૭) ખમા. પ્રણિ. કરી “ઇચ્છા. પડિલેહણ કરું ?' એમ કહેવું. ગુરુ કહે “કરેહ' એટલે “ઈચ્છે' કહી પાંચ વસ્તુનું પડિલેહણ કરવું. તેમાં મુહપત્તીનું ૫૦ બોલથી, ચરવાળાનું ૧૦ બોલથી, કટાસણાનું ૨૫ બોલથી, સૂતરના કંદોરાનું ૧૦ બોલથી, અને ધોતિયાનું ૨૫ બોલથી પડિલેહણ કરવું. (૮) પછી પડિલેહેલું ધોતિયું પહેરી, કંદોરો બાંધી, ઈરિયાવહી પડિક્કમી ખમા. પ્રણિ. “ઈચ્છા. પડિલેહણા પડિલેહાવો છે' એમ કહેવું. ગુરુ કહે, “પડિલેહાવેમિ એટલે “ઈચ્છ' કહેવું. (૯) પછી તેર-બોલથી સ્થાપનાચાર્યજી પડિલેહી (સ્થાપેલા હોય તો ફરીથી સ્થાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org