________________
પ્રતિક્રમણ-વિધિદર્શક પ્રાચીન ગાથાઓ૦૬૩૫
મુહપત્તી-પ્રતિલેખના, વાંદણાં, સંબુદ્ધ-ખામણાં, તથા પાક્ષિકઅતિચાર-આલોચના, વાંદણાં, પ્રત્યેક ખામણાં, અને પછી વાંદણાં અને પાક્ષિક-સૂત્ર. ૨૯.
પછી પ્રતિક્રમણ-સૂત્ર(સાધુને શ્રમણસૂત્ર, ગૃહસ્થને “વંદિતુ' સૂત્ર), અભ્યત્થાન, કાઉસ્સગ્ગ, મુહપત્તી–પ્રતિલેખના, વાંદણાં, સમાપ્ત-ખામણાં, અને ચાર સ્તોભ-વંદન (પષ્મી-ખામણાં) ૩૦.
- ત્યારપછી પૂર્વની વિધિ પ્રમાણે દૈવસિક વાંદણાંથી માંડી બધું કરવું. શધ્યાસુરી(વસતિ-પાલક દેવી) કાઉસ્સગ્નમાં અને શાંતિ-સ્તવ ભણવામાં ફરક છે. ૩૧.
એ જ પ્રમાણે ચઉમાસી, સાંવત્સરિકનો યથાક્રમ વિધિ જાણવો. પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોમાં નામનો જ ફરક છે. તથા કાઉસ્સગ્ન બાર લોગસ્સનો, વિસ લોગસ્સનો અને ચાળીસ લોગસ્સ અને એક નવકારનો કરે. પક્ની, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણાં યથાક્રમે સંબુદ્ધ ખામણાં ત્રણ, પાંચ અને સાત જાણવાં. ૩૨, ૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org