Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૪૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
એટલે કેટલીક અપ્સરાઓ વાદન કરે છે. તેમાં વંશ, પાવ, પાવિકા, મુરલી વગેરે શુષિર-વાદ્યો છે; નકુલા, ત્રિતંત્રી, રાજધાની, શાર્વરી વગેરે તત-વાદ્યો છે. તાલ, કાંસ્યતાલ, ઘંટા, ક્ષુદ્રઘંટિકા વગેરે ઘનવાદ્યો છે અને ત્રિપુષ્કરપટહ, મદલ, મૃદંગ વગેરે અવનદ્ધ કે વિતત વાદ્યો છે. * કેટલીક અપ્સરાઓ અત્યંત મધુર સ્વરે શ્રુતિ, ગ્રામ, મૂછના, લય, તાન, રાગ આદિના નિયમોને સાચવી શુદ્ધ ગીત ગાય છે અને વાગી રહેલાં વાજિંત્રોના સૂર સાથે બરાબર મેળ સાધે છે. કેટલીક અપ્સરાઓ કે જેમણે પગે જાલબંધ ઘૂઘરાઓ પહેરેલા છે, હાથમાં કંકણ, કટિ પર કટિ-મેખલા અને પગમાં નૂપુર પહેરેલાં છે તથા વસ્ત્ર-વિભૂષા પણ તે જ અનુસાર કરેલી છે, તે નૃત્ય કરવા લાગે છે. તેમાં હાવા હોય છે, ભાવ હોય છે, વળી વિભ્રમ અને વિવિધ પ્રકારના અંગહારો પણ હોય છે. તેઓ પ્રથમ સ્વસ્તિકાભિનય, શ્રીવત્સાભિનય, નન્દાવભિનય વગેરે આઠ મંગળ આકારોવાળા અભિનય કરે છે અને પછી વિવિધ પ્રકારનાં નૃત્ય કરે છે. આવું સંગીતમય વાતાવરણ ભોગીઓનાં મનમાં ભોગની ભાવના જાગ્રત કરે, પરંતુ જેઓ વીતરાગ છે તેમને એવી કોઈ પણ અસર થતી નથી. બ્રહ્માજી રૂપ જોઈને પોતાની પુત્રી સરસ્વતી પર મોહી પડ્યા, વિષ્ણ રાધા નામની ગોપીના હાવ-ભાવ પર લટ્ટ બની ગયા અને શંકર ભીલડીના નૃત્યથી ચલી ગયા, પણ આ વીતરાગ મહામુનિને રૂપ, તાવ, ભાવ, કે નૃત્યના મનોહર અભિનયો-અંગહારો કંઈ પણ અસર ઉપજાવી
* આ નામો ભરતાદિ-નાટ્યશાસ્ત્રો વગેરેમાં આપેલાં છે. આધુનિક સમયમાં નીચેનાં વાજિંત્રોનો પ્રચાર છે.
૧. તત-વાદ્ય-વીણા, બીન, સિતાર, સારંગી, તાઉસ, દિલરુબા દિલપસંદ, અસરબીન, રૂઆબ (કચ્છપી વીણા), સરોદ (સ્વરોદય), તંબૂરો (નારદી વણા), કાનૂન અથવા શ્રીમંડળ (બ્રાહ્મી વીણા), સુરબીન, કડાયચા, ચિકારા, સુરસોટા, તરસબાજ, શિડલ, ગીટાર વગેરે.
૨. આનદ્ધ અથવા વિતત-વાદ્ય - મુરજ, મૃદંગ, ડમરુ, પખાજ, ઢોલક, ખંજરી, દફ, દાયરો, નોબત, તાંસા વગેરે.
૩. શુષિર-વાદ્ય - વાંસળી, પાવો, શરણાઈ, પુંગી, મુખચંગ, તુરઈ, ભેરી, કરના, શંખ, સિંગી, હારમોનિયમ વગેરે.
૪. ઘન-વાદ્ય - કાંસ્ય, તાલ, મંજીરા, કરતાલ, ઝાલર, ઘંટા, ઘંટિકા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org