________________
૫૫૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
આરંભ્યો અને ચૈત્રગણના શ્રીદેવભદ્રવાચકની સહાયતાથી ક્રિયોદ્ધાર કર્યો. સૂરિજીનાં આવાં બાર વર્ષનાં તપ અને સામર્થ્યથી પ્રભાવિત થઈને ચિત્તોડના રાણા ચૈત્રસિંહે તેમને ‘તપા’ (ભારે તપ કરનારનું) બિરુદ આપ્યું અને ત્યારથી વડગચ્છ (બૃહદ્ગણ) જે ઘણા પ્રાચીન કાળથી ચાલ્યો આવતો હતો તેનું નામ તપાગચ્છ વિ. સં. ૧૨૮૫માં પડ્યું. આ ગચ્છની વડીપોશાળ, લઘુપોશાળ, દેવસૂર, આણસૂર, સાગર, વિમળ, રત્ન, નાગોરી વગેરે અનેક શાખાઓ છે. ‘તપાગચ્છનાં તેર પાટિયાં' એ કહેવત પ્રસિદ્ધ જ છે.
યુવર-યુગપ્રધાન, યુગના સર્વશ્રેષ્ઠ આચાર્ય.
શ્રીસોમસુન્વરસૂરિ–તેઓશ્રી શ્રીદેવસુંદરસૂરિના શિષ્ય હતા અને વિ. સં. ૧૪૫૭માં સૂરિપદ પામ્યા હતા. તેઓ ઉત્તમ કોટિના વિદ્વાન ઉપરાંત એક સમર્થ આચાર્ય હતા અને સાધુ-ધર્મની રક્ષા માટે તેમણે સાધુમર્યાદા-પટ્ટક (સાધુઓએ વર્તવાના નિયમોનો ખરડો) બનાવ્યો હતો. તેમાં વિદ્વાન શિષ્યો હતા, જેમાંના એક શ્રીમુનિસુંદરસૂરિ હતા.
સુવસાય-નૃદ્ધ-ાળદર્-વિઝ્ઝા સિદ્ધી-[સુપ્રભાવ-લબ્ધ-ળધર વિદ્યાસિદ્ધિ:]-સુપ્રસાદથી જેમને ગણધરવિદ્યાની (સૂરિમંત્રની) સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એવા.
સુપ્રસાર્ વડે લબ્ધ, તે સુપ્રસાવ-જન્મ; પ્રાપ્ત થઈ છે જેમને રૂળધર વિદ્યાની સિદ્ધિ તે સુપ્રસાદ્-તબ્ધ-ળધર-વિદ્યા-સિદ્ધિ-સુપ્રભાત-સારી કૃપા, ઘણી કૃપા. જન્મ-પ્રાપ્ત. ગળધર-વિદ્યા-સૂરિમંત્ર. આ વિદ્યા શ્રીગૌતમગણધરથી પ્રકટ થઈ છે, એટલે તે ગણધર-વિદ્યા કહેવાય છે અને દરેક સૂરિઆચાર્ય તેનું આરાધન કરે છે-એટલે તે સૂરિમંત્ર કહેવાય છે.
સિદ્ધિ-જ્યારે વિદ્યા તેના નિયમ પ્રમાણે ફળ આપતી થાય છે, ત્યારે તેની સિદ્ધિ થઈ ગણાય છે. માફ-[મતિ]-ભણે છે. સૌો-[શિષ્ય:]-શિષ્ય. (૧૪-૪) સરલ છે.
(૧૪-૫) તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય-સમાન એવા યુગપ્રધાન શ્રીસોમસુંદર-ગુરુના સુપ્રસાદથી જેણે ગણધર-વિદ્યા(સૂરિમંત્ર)ની સિદ્ધિ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org