________________
સંતિક સ્તવન ૦૫૫૯ છે એવા તેમના શિષ્ય(શ્રીમુનિસુંદરસૂરિ)એ આ સ્તવન રચ્યું છે.
(૬) સૂત્ર-પરિચય જે પાઠ, સ્તુતિ, સ્તવન કે સ્તોત્ર નિત્ય સ્મરણ કરવા યોગ્ય છે, તેને “સ્મરણ” તરીકે ઓળખવામાં આવે છે. એક કાલે આવા “સપ્ત સ્મરણ”ની પ્રસિદ્ધિ હતી, પણ વર્તમાનકાલમાં “નવસ્મરણ'ની પ્રસિદ્ધિ છે. તે આ પ્રમાણે : (૧) નમુક્કારો-નમસ્કાર-મંત્ર. (૨) ડેવલપર-થોત્ત-ઉપસર્ગહર સ્તોત્ર. (૩) સંનિનાદ - ક્રિય-રવી--સંતિકરણ સ્તોત્ર. (૪) તિનપટુત્ત-થોત્તતિજયપહત્ત-સ્તોત્ર. (૫) નમક-થોરં નમિઊણ સ્તોત્ર. (૬) નિય-સંતિ થો-અજિત-શાંતિ-સ્તવ. (૭) બામર સ્તોત્ર (૮) ત્યા-મરિ -સ્તોત્ર અને (૯) વૃદંછાન્તિ-બૃહચ્છાતિ, (મોટી શાંતિ). એટલે પ્રસ્તુત સૂત્રને ત્રીજા સ્મરણનું સ્થાન પ્રાપ્ત થયેલું છે.
આ સ્મરણનું મૂળ નામ તેની તેરમી ગાથામાં જણાવ્યા મુજબ સંતિનાદસમ્પટ્ટિય-રસ્થા એટલે શાન્તિનાથ- ષ્ટિ-રક્ષા છે. પરંતુ તેના “તિર' એવા પ્રથમપદ પરથી તેને “અંતિ-સ્તવનના નામે ઓળખવામાં આવે છે.
રક્ષા માટે યોજાયેલા મંત્રમય સ્તોત્રને રક્ષા કે કવચ* કહેવામાં આવે છે, એટલે આ સ્મરણ એક પ્રકારની રક્ષા કે એક પ્રકારનું કવચ છે. તેમાં પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જે સર્વત્ર-સર્વ પ્રકારની શાંતિ કરનારા છે, જગતને શરણરૂપ છે, જયશ્રીના આપનારા છે અને ભક્તોનું પાલન કરનારા નિર્વાણી અને ગરુડ નામના યક્ષ-યક્ષિણીથી લેવાયેલા છે. આ ગાથામાં સ્તોત્રકારે મુખ્ય સ્મરણ શ્રી શાંતિનાથ ભગવાનનું કર્યું છે, પરંતુ તેમાં વિશેષણરૂપે નિર્વાણીદેવી અને ગરુડધ્યક્ષનું નામ લાવી તેમનું પણ સ્મરણ કર્યું છે.
બીજી અને ત્રીજી ગાથામાં સ્તોત્રકારે સૂરિમંત્રમાંથી ઉદ્ધરીને જય અને શ્રી આપનારા બે મંત્રોને સૂચિત કર્યા છે કે જેને સિદ્ધ કરવાથી અનેક જાતના ઉપદ્રવો અને વ્યાધિઓ દૂર થાય છે તથા ઇચ્છિત ફળ મળે છે.
* જૈન મતમાં જિન-વજપંજરસ્તોત્ર રક્ષા-કવચ તરીકે પ્રસિદ્ધ છે. વૈદિક મતમાં ગણેશ
કવચ, નારાયણ-કવચ, શિવ-કવચ, સૂર્ય-કવચ, દુર્ગા-કવચ, નૃસિંહ-કવચ, રામરક્ષા સ્તોત્ર, કૃષ્ણ-કવચ, વિઠ્ઠલ-કવચ, પરમહંસ-કવચ, દત્તાત્રય-કવચ, એકમુખે હનુમતુ કવચ, પંચમુખ-હનુમ-કવચ, એકાદશમુખ-હનુમન્ કવચ, વગેરે કવચો પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org