________________
૧. પાક્ષિક, ૨. ચાતુર્માસિક,૩. સાંવત્સરિક ૦૬૨૧ એક ઉપવાસ, બે આયંબિલ ત્રણ નિવિ, ચાર એકાસણાં, આઠ બેસણાં, બે હજાર સઝાય, યથાશક્તિ તપ* કરી પહોંચાડવો.' એ વખતે તપ પૂર્ણ કર્યો હોય તો “પઇઢિઓ” કહેવું અને જો આવો તપ તુરતમાં કરી આપવાનો હોય તો “તહર ત્તિ” કહેવું. તથા ન કરવાના હોઈએ તો અણબોલ્યા (મૌન) રહેવું.
(૬) પછી કાદશાવર્ત-વંદન કરવું અને “ઈચ્છા. અભુદ્ધિઓ હં પત્તેઅ-ખામણેણં અભિતર-પમ્બિએ ખામેઉં ?” બોલી આજ્ઞા મળ્યથી ઇચ્છે' કહી, “ખામેમિ પમ્બિએ, એક (અંતો) પખસ્સ પન્નરસ-રાઈ દિઅગણે કિંચિ અપત્તિએ.” વગેરે પાઠ બોલીને ગુરુવંદન કરવું. પછી શ્રાવક-શ્રાવિકાએ સર્કલ સંઘને “મિચ્છા મિ-દુક્કડં કહેવું. પછી બે વાંદણાં (દ્વા-દશાવર્ત વંદન કરવું.)
(૭) પછી “દેવસિઅ આલોઈઅ પડિક્કતા ઇચ્છા. પખિએ પડિક્કમાવેહ?” કહી આદેશ માગવો અને ગુરુ કહે “સમ્સ પડિક્કમેહ' પછી ઇચ્છે” કહી “કરેમિ ભંતે' સૂત્ર તથા “ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે પખિઓ.” વગેરે પાઠ બોલવો. પછી ખમા. પ્રણિ. કરીને “ઈચ્છા. પમ્પિસૂત્ર કહું એમ કહી સાધુ હોય તો “પખિ-સૂત્ર' કહે અને સાધુ ન હોય તો શ્રાવક ઊભા થઈને ત્રણ નમસ્કારપૂર્વક “સાવગ-પડિક્કમણ-સુત્ત (વંદિતુ સૂત્રો કહે.
(૮) પછી “સુયદેવયાની થોય કહેવી.
(૯) પછી નીચે બેસી જમણો ઢીંચણ ઊભો રાખી, એક નમસ્કાર કરેમિ ભંતે' સૂત્ર તથા “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પખિઓ.” બોલી સાવગ-પડિક્કમણસુત્ત” કહેવું.
(૧૦) પછી “કરેમિભંતે સૂત્ર” “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જો મે પખિઓ.” “તસ્સ ઉત્તરી' સૂત્ર, “અન્નત્થ' સૂત્ર, બોલીને બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. આ લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધી ગણવા.
* પાક્ષિક આદિ પ્રતિક્રમણનું ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત દુઃશક્ય હોય તો અન્યત્ર જણાવ્યા પ્રમાણે છેવટે સ્વાધ્યાય વગેરેથી પણ કરવું જોઈએ, તે વિના પ્રતિક્રમણ શુદ્ધ થતું નથી.
-(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૫૯૪.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org