________________
૬૨૨ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
અથવા અડતાળીસ નમસ્કારનો કાઉસ્સગ્ન કરીને પારવો. ઉપર “લોગસ્સ’ સૂત્રનો પાઠ બોલવો અને મુહપત્તીનું પડિલેહણ કરીને દ્વાદશાવર્ત-વંદન કરવું.
(૧૧) પછી “ઈચ્છા. અદ્ભુઢિઓ હં સમત્ત-ખામણેણં અભિતરપમ્બિએ ખામેઉં ?' એમ કહી ગુરુની આજ્ઞા મળ્યથી “ઇચ્છે' બોલી, ખામેમિ પખિ, એક (અંતો) પખસ્સ, પન્નરસ દિવસાણં, પન્નરસ રાઇઆણં અંકિંચિ અપત્તિએ.” વગેરે પાઠ બોલી ખમી. પ્રણિ. કરીને “ઇચ્છા. પક્નિઅ-ખામણાં ખામું ?' એમ કહી ચાર ખામણાં ખામવાં. મુનિરાજ હોય તો ખામણાં કહે અને મુનિરાજ ન હોય તો. ખમા. પ્રણિ. કરી ઈચ્છામિ ખમાસમણો !' કહી જમણો હાથ ઉપાધિ ઉપર સ્થાપી, એક “નમસ્કાર' કહી, “સિરસા મણસા મયૂએણ વંદામિ' કહેવું. માત્ર ત્રીજા ખામણાને અંતે તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. અહીં પાક્ષિક, ચોમાસી, સાંવત્સરિક-એ પ્રતિક્રમણમાં ચારેય ખામણાને અંતે ગુરુ જ્યારે (૧) મુક્મણિંસમ (૨) અહમવિ વંદામિ ચેઈઆઈં (૩) આયરિઅ સંતિએ (૪) નિત્થાર પાર ગાહોહ, બોલે ત્યારે શિષ્યોએ ઇચ્છે' એ પ્રમાણે કહેવું-(ધર્મસંગ્રહ-ભાગ ૧, પૃ. ૫૯૬.) પછી ઈચ્છામો અણસર્ફિ નમો ખમાસમણાણે “પખિએ સમત્તાં, દેવસિએ પડિક્કમામિ' એમ કહેવું.
(૧૨) પછી દેવસિક પ્રતિક્રમણમાં “સાવગ-પડિક્કમણસુત્ત' કહ્યા પછી દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે, ત્યાંથી સામાયિક પારવા સુધીનો સર્વ વિધિ કરવો. પણ સુયદેવયાની થોયને ઠેકાણે ભુવનદેવતાનો કાઉસ્સગ્ગ કરવો, અને જ્ઞાનાદિ. થોય કહેવી. તથા ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્નમાં “યસ્યાઃ ક્ષેત્રમ્” સ્તુતિ બોલવી. સ્તવનમાં “અજિય-સંતિ-થયો” બોલવો. સઝાયને ઠેકાણે “નમસ્કાર”, “ઉવસગ્ગહરં સ્તોત્ર તથા “સંસાર-દાવાનલ” થઈની ચાર ગાથાઓ બોલવી. તેમાં ચોથી સ્તુતિનાં છેલ્લાં ત્રણ ચરણો સકલસંઘે એકીસાથે ઉચ્ચ સ્વરે કહેવા અને શાંતિ-સ્તવ(લઘુશાંતિ)ને ઠેકાણે બૃહચ્છાતિ કહેવી.
* ગુરુના અભાવમાં શ્રાવકો “ખામણાંના પાઠને સ્થાને ચાર વખત એકેક નવકાર કહે.
-(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૫૯૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org