________________
૬૨૯૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ પાછળથી કર્યું હોય તે વ્યક્તિ માંડલીમાં ગણાતી નથી. તેથી તેને છીંક આવે તો તેનો બાધ સંઘમાં ગણાતી નથી એવી પ્રવૃત્તિ છે. આ જ ઉદ્દેશથી જેને છીંક આવવાનો સંભવ હોય તે વ્યક્તિને પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં મુહપત્તીનું પડિલેહણ તેમજ પાક્ષિક વગેરે પ્રતિક્રમણ સંઘ સાથે સ્થાપવામાં નથી આવતું, પરંતુ પાછળથી સ્થાપવામાં આવે છે. તેમજ નાના (અણસમજુ) બાળકબાલિકાઓને પણ છીંકના સંભવથી પાક્ષિકાદિ પ્રતિક્રમણ વખતે પાછળથી મુહપત્તીનું પડિલેહણ પ્રતિક્રમણ સ્થાપવામાં આવે છે.
૩. પછી સંક્ષેપ અને વિસ્તારથી પાપની આલોચના કરવા માટે આલોયણાસુર બોલ્યા પછી અતિચાર બોલવામાં આવે છે. તેમાં કયા અતિચારોનું સેવન થયું છે, તે જાણીને આલોવવા અને પ્રતિક્રમવા માટે એક જણ અતિચાર બોલે છે અને બીજાઓ એકાગ્ર ચિત્તે સાંભળે છે.
૪-૫. પછી “સબ્યસ્સ વિ' સૂર બોલીને સર્વ અતિચારોનું પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવામાં આવે છે. તે પછી પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક તપ તરીકે એક, બે અને ચાર ઉપવાસ; કે બે, ચાર અને છ આયંબિલ; કે ત્રણ, છે અને નવ નિવ્વી; કે ચાર, આઠ અને બાર એકાસણાં; કે આઠ, સોળ અને ચોવીસ બેઆસણાં; અથવા બે, ચાર અને છ હજાર સજઝાયનાં તપનું નિવેદન કરવાનું હોય છે. જો આવું તપ કરેલ હોય તો “પઇઢિઓ બોલવામાં આવે છે, તેનો અર્થ એ છે કે “હું હાલ તેવા તપમાં સ્થિત છું,’ અને જો આવું તપ તુરતમાં કરી આપવાનું હોય તો તહત્તિ' કહેવામાં આવે છે. કેટલાક આ વખતે કંઈ પણ ન બોલતાં મૌન રહે છે અને કેટલાક “યથાશક્તિ' કહીને તેનો અંશતઃ સ્વીકાર કરે છે. પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા માટે આ તપની યોજના છે, એટલે તે અવશ્ય કરવો ઘટે છે.
૬. પછી પ્રત્યેક-ખામણા વડે સર્વને ખમાવવામાં આવે છે અને તેની પહેલાં તથા પછી વિનયાર્થે ગુરુને દ્વાદશાવર્ત-વંદન કરવામાં આવે છે.
૭થી ૧૦. પછી “પષ્મીસુત્ત' બોલીને શ્રુતારાધનના ઉલ્લાસ બદલ સુયદેવયા' થઈ કહેવામાં આવે છે અને “સાવગ-પડિક્કમણ” સુત્ત કહી બાર લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તે અતિચારોની વિશેષ શુદ્ધિ અર્થે જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org