________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૦૬૧૯ તથા શ્રાવક “અઢાઇજેસુ' સૂત્ર બોલે છે, તે સર્વે મંગલાર્થે સમજવું.
શ્રાવક પોષધમાં હોય તો અહીં “નમોત્થણં સૂત્ર પછી ઈચ્છા. સંદિ. ભગ. બહુવેલ સંદિસાહુ અને “ઈચ્છા-સંદિ-ભગ. બહુવેલ કરશું' એવા આદેશો માગે. પછી ભગવાનહમ્ વગેરે ચાર પદ બોલી વંદન કરે. છૂટા શ્રાવકે તેમ કરવાનું નથી. આ આદેશો માગવાનું કારણ એ છે કે સર્વ કાર્ય ગુરુમહારાજને પૂછીને કરવું.
૧૪-૧૫. પછી શ્રીસીમંધરસ્વામી તથા શ્રીસિદ્ધાચલજીનાં ચૈત્યવંદનો કરવામાં આવે છે, તે સામાચારી પ્રમાણે તથા પ્રાભાતિક મંગલ રૂપ સમજવું. (ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૫૯૩) આ પ્રતિક્રમણમાં એક “જગ-ચિંતામણિસુત્તરથી શરૂ થતું અને બીજું “પ્રભાતિક-સ્તુતિ' રૂપ એમ બે ચૈત્યવંદનો કરવામાં આવે છે, છતાં આ ચૈત્યવંદનો કરવાની પ્રવૃત્તિ છે, તેથી વિશેષ માંગલિક અર્થે સમજવું.
૧૬. પછી સામાયિક પારવામાં આવે છે, તેનો હેતુ આગળ જણાવેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org