________________
૬૧૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
કરવો. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ ઓછો કરીને વિચાર કરવો અને એક માસ સુધી આવવું. પછી એક દિન ઊણ માસખમણ, બે દિન ઊણ માસખમણ એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસનો વિચાર કરવો. પછી ‘હે ચેતન ! તું ચોત્રીસ ભક્ત (સોળ ઉપવાસ) કર, બત્રીસ ભક્ત કર, ત્રીસ ભક્ત કર' એમ બે બે ભક્ત ઓછા કરતાં ચોથભક્ત (એક ઉપવાસ) સુધી વિચાર કરવો. અને તેવી શક્તિ પણ ન હોય તો અનુક્રમે આયંબિલ, નિવ્વી, એગાસણ, બિયાસણ, અવઢે, પુરિમã, સાદ્ઘપોરિસી, પોરિસી નવકારસી-પર્યંત વિચાર કરવો. તેમાં જ્યાં સુધી કરવાની શક્તિ હોય એટલે કે તપ કરી જોયો હોય, ત્યારથી એમ વિચાર કરે કે ‘શક્તિ છે, પણ પરિણામ નથી.' પછી ત્યાંથી ઘટતાં ઘટતાં પચ્ચક્ખાણ કરવું હોય, ત્યાં આવીને અટકે અને ‘શક્તિ પણ છે અને પરિણામ પણ છે.' આ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય ધારણ કરીને કાઉસ્સગ્ગ પારવો.
૧૧. પછી છઠ્ઠા આવશ્યકની ક્રિયા શરૂ થાય છે, એટલે મુહપત્તીનું પડિલેહણ કરી દ્વાદશાવર્ત્ત-વંદન કરવામાં આવે છે ને સર્વે તીર્થોને વંદના કરવાના હેતુથી ‘સકલતીર્થ-વંદના’ બોલવામાં આવે છે. પછી મન-ચિંતિત પચ્ચક્ખાણ કરવામાં આવે છે. તેમાં ગુરુ સમીપે પ્રતિક્રમણ થતું હોય તો ગુરુ પાસે નહિતર જાતે પચ્ચક્ખાણ કરવામાં આવે છે, અને ‘સામાયિક. પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહેવાય છે. જો પચ્ચક્ખાણ લેતાં ન આવડતું હોય તો પચ્ચક્ખાણ ધારવામાં આવે છે અને ‘પચ્ચક્ખાણ ધાર્યું છે જી' એમ કહેવાય છે.
૧૨. પછી છયે આવશ્યક પૂરાં થયાંનો હર્ષ જણાવવા માટે ‘ઇચ્છામો અણુસટ્ઠિ' કહીને ‘પ્રભાતિ-સ્તુતિ' એટલે ‘વિશાલ-લોચન-દલ' સૂત્રની ત્રણ ગાથા બોલવામાં આવે છે, તે મંદસ્વરે બોલવી, પણ ઉચ્ચ સ્વરે ન બોલવી; કારણ કે ઉચ્ચ સ્વરે બોલતાં હિંસક જીવો જાગી ઊઠે અને હિંસામાં પ્રવૃત્ત થાય, તેનું નિમિત્ત બનવાનો પ્રસંગ આવે.
૧૩. પછી ચાર થોય(સ્તુતિ)થી દેવ-વંદન કરવામાં આવે છે, તથા ચાર ખમા. પ્રણિ. દઈને ભગવાન વગેરેને થોભ-વંદણ કરવામાં આવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org