Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 634
________________ રાત્રિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૧. પ્રથમ સામાયિક લેવાય છે, તેનો હેતુ દેવસિક પ્રતિક્રમણના હેતુ મુજબ સમજવો. ૨. પછી કુસ્વપ્ન-દુઃસ્વપ્ન-નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તેમાં રાગાદિમય સ્વપ્નને કુસ્વપ્ન સમજવું અને દ્વેષાદિમય સ્વપ્નને દુઃસ્વપ્ન સમજવું. સ્વપ્નમાં સ્ત્રીને અનુરાગ વડે જોઈ હોય, તો તે દૃષ્ટિ-વિપર્યાસ કહેવાય. તે માટે ૧૦૦ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવાનો છે, જે લોગસ્સ' સૂત્રનો “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો પાઠ ચાર વાર વિધિપૂર્વક સ્મરવાથી થાય છે, અને સ્વપ્નમાં અબ્રહ્મનું સેવન થયું હોય, તો તે નિમિત્તે ૧૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવાનો છે, જે “લોગસ્સ” સૂત્રનો સાગરવરગંભીરા' સુધીનો પાઠ ચાર વિધિ-પૂર્વક સ્મરવાથી થાય છે. પછી લોગસ્સ' સૂત્રનો પાઠ પ્રગટ રીતે બોલવામાં આવે છે, તે મંગલમય સમજવો. કુસ્વપ્ન-દુઃસ્વપ્નનો આ અધિકાર મુખ્યતયા સ્ત્રી-સંગથી રહિત મુનિરાજને અનુલક્ષીને કહેલો છે અને તે નિમિત્તે જે કાયોત્સર્ગ કરવાનો છે, તે પાતકની શુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્તરૂપ હોઈ આવશ્યકથી અતિરિક્ત છે. ૩. સર્વ ધર્માનુષ્ઠાન દેવ-ગુરુનાં વંદન-પૂર્વક સફળ થાય છે, તેથી અહીં પ્રથમ ચૈત્યવંદન કરવામાં આવે છે અને તેમાં “જગ-ચિંતામણિ સૂત્રથી જયવીયરાય' સૂત્ર સુધીનાં સૂત્રો બોલવામાં આવે છે. પછી ભગવાન આદિ ચારને વંદન કરવામાં આવે છે, એટલે દેવ તથા ગુરુ ઉભયને વંદન થાય છે. ૪. દેવસિક પ્રતિક્રમણમાં સઝાય પાછળથી કરવામાં આવે છે, ત્યારે અહીં પ્રારંભમાં કરવામાં આવે છે, તેનો હેતુ પ્રાભાતિક પ્રતિક્રમણ માટે યથોક્ત સમયની રાહ જોવાનો છે. સજઝાયમાં ભરતેશ્વર-આદિ મહાપુરુષો તથા સુલસા, ચંદનબાલા વગેરે મહાસતીઓનું પ્રભાતમાં સ્મરણ કરવામાં આવે છે, કારણ કે તેઓ જે જીવન જીવી ગયા તે આપણા માટે અધ્યાત્મનો ઊંચો આદર્શ પૂરો પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828