Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૧૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ સવચેઈય-વંદણ-સુત્ત(જાવંતિ ચેઈ આઈ સૂત્ર)નો પાઠ “મુક્તાશુક્તિ મુદ્રા' એ બોલવો ખમા. પ્રણિ. પછી
સવસાહુ-વંદણ સુત્ત(જાવંત કે વિ સાહૂ સૂત્ર)નો મુક્તાશુક્તિ મુદ્રાએ બોલવો. પછી
નમોડસૂત્રનો પાઠ બોલવો જે સ્તવનનું મંગલાચરણ છે. પછી
પૂર્વાચાર્યકુત સુંદર રચનાવાળું ભાવવાહી શ્રી સીમંધરસ્વામીનું સ્તવન મધુર સ્વરથી ભાવ-પૂર્વક ગાવું. (આ સ્તવન ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ) પછી
પણિહાણ-સુત્ત(જય વયરાય સૂત્ર)નો પાઠ મુક્તાશક્તિ મુદ્રાએ બોલવો. આ પાઠમાં “આભવમખંડા' પદ પછી યોગમુદ્રા કરવી.
(પરંતુ સાધ્વી અને શ્રાવિકાએ મુક્તાશુક્તિમુદ્રા રચવી નહિ.) પછી
ઊભા થઈને ચેઈથય-સુત્ત(અરિહંત ચેઈઆણું સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો. પછી
કાઉસ્સગ્ગસુત્ત(અન્નત્ય સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો. પછી
એક નવકાર(નમસ્કાર-મંત્ર)નો કાયોત્સર્ગ. પછી કાયોત્સર્ગ પૂરો થયે નમો અરિહંતાણં પદનો પ્રકટ ઉચ્ચાર કરવો. પછી
નમોડ સૂત્રનો પાઠ બોલવો. પછી
શ્રી સીમંધરસ્વામી(અથવા વીશ વિહરમાન જિન)ની પૂર્વાચાર્યકુત સ્તુતિની એક ગાથા બોલવી.
અંતિમ પ્રણિપાત ખમા. પ્રણિ. કરવું. વિધિ સમાપ્ત. (આ વીશ વિહરમાન જિનનું ચૈત્યવંદન ઈશાન કોણ તરફ બેસી અથવા તે દિશા મનમાં ચિંતવીને સ્થાપનાજી સન્મુખ કરવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org