Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કાયોત્સર્ગ અથવા ધ્યાન-માર્ગ ૦પ૭૧ (૧૨) ધ્યાનના પ્રકારો
જૈન મહર્ષિઓએ ધ્યાન ચાર પ્રકારોનું માનેલું છે : (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ અને (૪) શુકલ. તેમાં પ્રથમનાં બે ત્યાજ્ય છે અને છેલ્લાં બે ઉપાદેય છે. જેનાગમોમાં કહ્યું છે કે
“अटुं रुदं धम्म सुक्कं, क्षाणाई तत्थ अंताई । નિવ્વાણ-સાડું, મવરળમટ્ટ-રુદ્દાડું '
આર્ત, રૌદ્ર, ધર્મ અને શક્લ એ ચાર પ્રકારનાં ધ્યાનો છે. તેમાં અંતના બે નિવણનાં સાધનો છે અને આર્ત તથા રૌદ્ર ભવ-વૃદ્ધિનાં કારણ છે.”
કાયોત્સર્ગમાં આર્ત અને રૌદ્ર ધ્યાનનો આશ્રય લેવાથી રાજર્ષિ પ્રસન્નચંદ્ર સાતમી નારકીને યોગ્ય કર્મ-દલો સંચિત કર્યા હતાં અને પુનઃ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન પર આરૂઢ થતાં તે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો હતો અને તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. એ શાસ્ત્ર પ્રસિદ્ધ બીના છે.
ધર્મધ્યાનના ચાર ભેદો છે : (૧) આજ્ઞા-વિચય, (૨) અપાયવિચય, (૩) વિપાક-વિચય અને (૪) સંસ્થાન-વિચય.*
તેમાં સર્વજ્ઞની આજ્ઞાને આગળ કરી તત્ત્વથી અર્થોનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય-ધર્મધ્યાન' કહેવાય છે; રાગ, દ્વેષ અને ક્રોધાદિ કષાયોથી ઉત્પન્ન થતા કહેવાય છે; કર્મના વિપાકનો અનેક પ્રકારે વિચાર કરવો તે વિપાકવિચય-ધર્મધ્યાન' કહેવાય છે; અને ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળા અનાદિ-અનંત લોકની આકૃતિનું ચિંતન કરવું તે સંસ્થાનવિચય-ધર્મધ્યાન' કહેવાય છે. અનિત્યાદિ બાર પ્રકારની ભાવના આ ધ્યાન માટે અતિ ઉપયોગી છે. ઘણા આત્માઓ તેના આલંબનથી શુક્લધ્યાન પર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા છે.
* “માજ્ઞાડપાય-વિપાનાં, સંથનાચ જ વિનંતનાત્ | इत्थं वा ध्येयभेदेन, धर्मध्यानं चतुर्विधम् ॥ ७ ॥" --યોગશાસ્ત્ર, પ્રકાશ ૯, અથવા આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાના ધ્યેયના ભેદ વડે ધર્મધ્યાન ચાર પ્રકારનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org