Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૦૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩
ઉચ્ચારવામાં આવે છે અને પ્રતિક્રમણની વિશેષ આલોચના કરવા માટે નીચે બેસીને પ્રથમ માંગલિક અર્થે નમસ્કાર ગણવામાં આવે છે. પછી સમતાની વૃદ્ધિ અર્થે “કરેમિ ભંતે' સૂત્ર બોલવામાં આવે છે. પછી અતિચારોની સામાન્ય આલોચના માટે “અઈયારાલોયણ-સુત્ત” બોલવામાં આવે છે અને ત્યારબાદ વીરાસને બેસીને “સાવગ-પડિક્કમણ-સુત્ત” બોલવામાં આવે છે. આ સૂત્રના પ્રત્યેક પદનો અર્થ બરાબર સમજીને તેના પર ચિંતન કરવું ઘટે છે અને તેમાં દર્શાવેલા જે અતિચારોનું સેવન થયું હોય, તેને માટે પશ્ચાત્તાપ કરવો ઘટે છે. હૃદયનો સાચો પશ્ચાત્તાપ પવિત્રતાને પ્રાપ્ત કરવાનો સુવિહિત માર્ગ છે, એટલે પ્રત્યેક મુમુક્ષને તે પૂરેપૂરી સાવધાનીથી અનુસરવો જોઈએ.
પછી ગુરુમહારાજ પ્રત્યે થયેલા પોતાના અપરાધ ખમાવવાને માટે દ્વાદશવર્ત-વંદન કરવું. શાસ્ત્રકારોએ સાધુઓને-ગુરુને આઠ કારણે (પ્રસંગે) વંદન કરવાનું કહેલું છે, તે આ પ્રમાણે :
'पडिक्कमणे सज्झाये, काउस्सग्गवराह-पाहुणए ।
માનો --સંવરો, ૩ત્તમદ્ ય વંથું !' પ્રતિક્રમણ કરતાં, સઝાય (સ્વાધ્યાય) કરતાં, કાયોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાહુણાસાધુ આવે ત્યારે, આલોયણ લેતાં, પ્રત્યાખાન કરતાં અને અણસણ કરતાં, એમ આઠ કારણે (પ્રસંગે) દ્વાદશાવર્ત-વંદન કરવું.
પછી “અમ્મુઠ્ઠિઓ હં અભિતરના પાઠ વડે ગુરુ મહારાજને
ખમાવવા.
૮. પ્રતિક્રમણ કરવા છતાં જે અતિચારોની શુદ્ધિ ન થઈ હોય, તેની શુદ્ધિ કરવા માટે પાંચમા આવશ્યકમાં પ્રવેશ કરવામાં આવે છે. પરંતુ આ ક્રિયા કરતાં પહેલાં ઉપર્યુક્ત શાસ્ત્ર-વચન મુજબ પ્રથમ ગુરુને વંદન કરવામાં આવે છે ને પછી અવગ્રહમાંથી પાછા હઠીને “આયરિય-ઉવજઝાય' સૂત્ર બોલવામાં આવે છે,* તે એમ દર્શાવવાનું કે પોતે આચાર્ય, ઉપાધ્યાય,
* કેટલાક આચાર્યોને મતે “આયરિયાઈ-ખામણા-સુ' સુધીનો વિધિ “પ્રતિક્રમણ
આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org