Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ ૪. આટલો પૂર્વવિધિ કર્યા પછી પ્રતિક્રમણમાં મન, વચન અને કાયાથી સ્થિર થવા માટે “ઈચ્છા.” દેવસિઅપડિક્કમણે ઠાઉં ?' એ પદો વડે પ્રતિક્રમણની સ્થાપના કરવાનો આદેશ માગવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો અહીં પ્રતિક્રમણનાં અનુષ્ઠાન માટેનું પ્રણિધાન કરવામાં આવે છે; તે આદેશ મળ્યા પછી જમણો હાથ તથા મસ્તક ચરવળા પર સ્થાપી પ્રતિક્રમણનાં બીજરૂપ “સબ્યસ્સ વિ દેવસિઅ' સૂત્ર એટલે “પડિક્રમણ ઠવણાસુત્ત” બોલવામાં આવે છે. અહીં ચરવળા પર જમણો હાથ સ્થાપતી વખતે તથા મસ્તક નીચું નમાવતી વખતે ગરને ચરણસ્પર્શ કરતા હોઈએ તેવી ભાવના રખાય છે તથા “પાપ-ભારથી નીચો નમું છું એવું પણ ચિંતવવામાં આવે છે. આ સૂત્રનો અર્થ એ છે કે દિવસ દરમિયાન મનની દુષ્ટ પ્રવૃત્તિથી, વાણીની દુષ્ટ પ્રવૃત્તિથી તથા કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી જે અતિચારોનું સેવન થયું હોય, તે સર્વેનું મારું પાપ મિથ્યા થાઓ.” આખા પ્રતિક્રમણનો હેતુ આ જ છે. પ્રતિક્રમણમાં આ સર્વે વસ્તુઓ વિસ્તારથી કહેવાની છે, માટે તેને બીજક ગણવામાં આવે છે. એ વાત યાદ રાખવી ઘટે કે ભગવંતનાં દર્શનમાં બીજકના ઉપન્યાસવડે અર્થની સામાન્ય-વિશેષરૂપતા પમાય છે. - હવે બધી ક્રિયાઓ વિરતિભાવમાં આવવા-પૂર્વક શુદ્ધ થાય છે, એથી પ્રતિક્રમણ-ક્રિયા કરવા પૂર્વે પહેલા આવશ્યક તરીકે અહીં “સામાઈય-સુત્ત' એટલે “કરેમિ ભંતે !' સૂત્ર ઉચ્ચરવામાં આવે છે.
૫. પછી “કરેમિ ભંતે' સૂત્ર બોલીને આગળ ઉપર ગુરુ આગળ અતિચારોનું આલોચન (નિવેદન) કરવાનું છે, તેની પૂર્વ તૈયારીરૂપે અઈયારાલોઅણ સુત્ત', “તસ્સ ઉત્તરી' સૂત્ર તથા “અન્નત્થ' સૂત્ર બોલીને અઈઆર-વિયારણ” માટેની ગાથાઓનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે.
પ્રતિક્રમણનો મુખ્ય હેતુ પંચાચારની વિશુદ્ધિ છે, એટલે આ કાઉસ્સગ્નમાં દિવસ-સંબંધી પાંચે આચારમાં લાગેલા અતિચારોનો સૂક્ષ્મતાથી વિચાર કરી મનમાં ધારી રાખવામાં આવે છે.*
* સાધુઓ આ સ્થળે નીચેની ગાથા-દ્વારા અતિચારોનું ચિંતન કરે છે :
“સયસT--પાળે, વેઝ-નરૂ-સિગ્ન-ય-૩વારે | સર્ફિ માવા-મુત્તી-વિતરીયરને અમારા ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org