________________
(૫)
રાત્રિક પ્રતિક્રમણનો વિધિ (૧) સામાયિક
સામાયિક લેવું.
(૨) કુસ્વપ્ન-દુસ્વપ્ન-નિમિત્તે કાઉસ્સગ્ગ
પછી ખમા. પ્રણિ. કરી ‘ઇચ્છા. કુસુમિણ-દુસુમિણ-ઉડ્ડાવણિયરાઇઅપાયચ્છિત્ત-વિસોહણથં કાઉસ્સગ્ગ કરું ?' કહી કાઉસ્સગ્ગની આજ્ઞા માગવી અને તે મળ્યેથી ‘ઇચ્છું' કહી ‘કુસુમિણ-દુસુમિણ-ઉડ્ડાવણિયું રાઇઅપાયચ્છિત્ત-વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ’ એમ કહેવું. પછી ‘કાઉસ્સગ્ગસુત્ત’ બોલી તે રાત્રિમાં કામ-ભોગાદિકનાં કુઃસ્વપ્ન આવ્યાં હોય તો ‘સાગરવરગંભીરા' સુધી અને બીજાં દુઃસ્વપ્ન આવ્યાં હોય કે ન આવ્યાં હોય તો પણ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી ચાર લોગ્ગસ્સનો કે સોળ નમસ્કા૨નો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો.
(૩) ચૈત્યવંદનાદિ
પછી ખમા. પ્રણિ. કરી ઇચ્છા. ચૈત્યવંદન કરું એમ કહી ચૈત્યવંદન કરવાની આજ્ઞા માગવી અને તે મળ્યેથી ‘ઇચ્છું' કહી બેસી ‘જગચિંતામણિ સુત્ત,’‘જં કિંચિ' સૂત્ર વગેરે ‘જય વીયરાય' સૂત્ર સુધી બોલવું.
પછી ભગવાનહમ્ આદિ વંદનસૂત્ર બોલીને ચાર ખમા. પ્રણિ. કરીને ભગવાનહમ્ આચાર્યહમ્ ઉપાધ્યાયહમ્ અને સર્વ સાધુહમ્ એ પ્રમાણે થોભવંદન કરવું. શ્રાવકોએ ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકોને વાંદું છું' એમ બોલવું. (૪) સજ્ઝાય (સ્વાધ્યાય)
પછી ઊભા થઈ ખમા. પ્રણિ. કરીને ‘ઇચ્છા. સજ્ઝાય સંદિસાહું ?'
૧. ફરીથી પણ (સામાયિક) કરવા યોગ્ય છે.
૨. (સામાયિક)નો આદર (આચાર) મૂકવા જેવો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org