________________
દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ ૦૬૦૯ ૧૩. સઝાય પછી દુઃખ-ક્ષય તથા કર્મ-ક્ષય-નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે, એટલે તેનો હેતુ સ્પષ્ટ છે. આ કાઉસ્સગ્નમાં “શાંતિસ્તવનો પાઠ જે એક જણ બોલે છે અને બીજાઓ સાંભળે છે, તેમાં કેવું ગૂઢ રહસ્ય રહેલું છે, તે સૂત્ર-વિતરણના પ્રસંગે અમે વિસ્તારથી જણાવેલું છે.
૧૪. પછી સામાયિક પારવાનો વિધિ શરૂ થાય છે, તેમાં લોગસ્સનો પાઠ બોલ્યા પછી ચીક્કસાય” સૂત્ર વગેરે સૂત્રો બોલીને ચૈત્યવંદન કરવામાં આવે છે. શ્રાવકે એક અહોરાત્રમાં સાત ચૈત્યવંદન કરવાનાં છે, તેમાંનું છેલ્લું ચૈત્યવંદન રાત્રિએ સૂતાં પહેલાં કરવાનું છે, તે અહીં કરી લેવામાં આવે છે. પછીથી સર્વ ક્રિયા સામાયિક પારવાની વિધિ મુજબ છે કે જેનો હેતુ પહેલાં વિસ્તારથી જણાવેલો છે.
પ્ર.-૩-૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org