________________
૬૦૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
તેનો પારિભાષિક અર્થ એ છે કે ગુરુ મહારાજના સર્વ આદેશો પૂર્ણ થયા પછી હવે હિત-શિક્ષા અર્થે નવો આદેશ હોય તો ઇચ્છીએ છીએ. સમ્યક્તસામાયિકાદિના આરોપણ-વિધિમાં તથા અંગાદિકના ઉદ્દેશમાં પણ આ પ્રમાણે ઇચ્છામો અણસઢિ' એવું વચન આવે છે.
પછી “નમો ખમાસણાણું” અને “નમોડર્ણત.”નાં મંગલાચરણ-પૂર્વક વર્ધમાન સ્વરે, વર્ધમાન અક્ષર-મુક્ત શ્રી વર્ધમાનસ્વામીની સ્તુતિ બોલવામાં આવે છે. તેમાં સામાચારી એવી છે કે ગુરુ મહારાજ એક સ્તુતિ બોલી રહ્યા પછી બીજાએ તે તથા બાકીની સ્તુતિ સાથે બોલવી. પરંતુ પાક્ષિક પ્રતિક્રમણમાં ગુરુ મહારાજનું તથા પર્વનું વિશેષ બહુમાન કરવા ગુરુ ત્રણે સ્તુતિ બોલી રહ્યા પછી સર્વે સાધુઓ અને શ્રાવકોએ આ સ્તુતિ પુનઃ સમકાળે ઉચ્ચસ્વરે બોલવી. અહીં સંપ્રદાય એવો છે કે સાધ્વીઓએ અને શ્રાવિકાઓએ સંસાર-દાવાનલ.'ની ત્રણ સ્તુતિ બોલવી.
પછી “નમો સ્થૂ છું' સૂત્ર બોલીને આદેશ માગવા-પૂર્વક પૂર્વાચાર્યરચિત સ્તવન બોલવામાં આવે છે તથા “સપ્તતિશત-જિનવંદન' બોલીને ભગવાન આદિ ચારને થોભ-વંદન કરવામાં આવે છે તથા જમણો હાથ ચરવળા કે ભૂમિ પર સ્થાપી “અઢાઈજેસુ સૂત્ર બોલવામાં આવે છે, તે સર્વે પૂર્ણાહુતિમાં દેવ-ગુરુની વંદના કરવા અર્થે સમજવું.
૧૧. પછી પ્રાયશ્ચિત્ત-વિશુદ્ધિ નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, એટલે તેનો હેતુ સ્પષ્ટ છે. કાઉસ્સગ્ન પછી બોલાતો લોગસ્સનો પાઠ મંગલરૂપ છે.
૧૨. પછી સઝાયનો આદેશ માગીને સજઝાય (સ્વાધ્યાય) બોલવામાં આવે છે. તે સંબંધી શાસ્ત્રકારોએ કહ્યું છે કે
"वारसविहमि वि तवे, सब्भितर-बाहिरे कुसल-दितु । नवि अत्थि नवि अ होही, सज्झाय-समं तवोकम्मं ॥"
બાર પ્રકારનાં સર્વજ્ઞ-કથિત બાહ્ય અને આત્યંતર તપને વિશે સજઝાય-સમાન બીજું તપ-કર્મ છે નહિ, હિતું નહિ અને હશે પણ નહિ.*
* આ પછીનો વિધિ “પ્રતિક્રમણ-ગર્ભ-હેતુ'માં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org