Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
દેવસિક પ્રતિક્રમણની વિધિના હેતુઓ૦ ૨૦૫ પ્રતિક્રમણની ક્રિયા દેવ અને ગુરુનો વિનય કરવાપૂર્વક કરવી જોઈએ. માટે બીજા આવશ્યક તરીકે દેવના વિનયમાં “ચકવીસત્યય-સુત્ત' એટલે “લોગસ્સ' સૂત્ર બોલી ચોવીસ જિનેશ્વરદેવને વંદન કરવામાં આવે છે.
૬. ત્યારબાદ ગુરુનો વિનય કરવારૂપે ગુરુને વંદન કરવા માટે પૂર્વતૈયારીરૂપે મુહપતીનું પચાસ બોલ-પૂર્વક પડિલેહણ કરવામાં આવે છે. તેમનું પરિમાર્જન કરવા અને ઉપાદેયની ઉપસ્થાપના કરવા માટે આ ક્રિયા અત્યંત રહસ્યમયી છે, માટે તેનો ઉચિત વિધિ ગુરુ કે વડીલો પાસેથી બરાબર જાણી લેવો અને તે પ્રમાણે કરવામાં સાવધાની રાખવી.
ગુરુ-વંદનમાં પચીસ આવશ્યક સાચવવા તથા બત્રીસ દોષોનો ત્યાગ કરવા ખાસ ઉપયોગ રાખવો.
૭. ગુરુને દ્વાદશ આવર્તથી વંદન કરી રહ્યા પછી ચોથા આવશ્યકમાં પ્રવેશ કરવામાં આવે છે. તેમાં પ્રથમ સમ્યફ પ્રકારે શરીર નમાવી, પૂર્વે કાઉસ્સગ્નમાં ધારણ કરી રાખેલા અતિચારની આલોચના કરવાના હેતુથી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિય આલોઉં ?' એ સૂત્ર બોલીને ગુરુસમક્ષ આલોચના કરવામાં આવે છે. પછી (“સાત લાખ” અને “અઢાર પાપસ્થાનક') એ સૂત્રો બોલવામાં આવે છે. તેનો હેતુ દિવસ-સંબંધી દોષોની આલોચના કરવાનો છે. પછી “સવ્યસ્ત વિ' સૂત્ર બોલવામાં આવે છે. તેમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !' એ શબ્દો ગુરુ આગળ પ્રાયશ્ચિત્ત માગવારૂપ છે અને ગુરુ “પડિક્કમેહ' શબ્દથી “પ્રતિક્રમણ' નામના પ્રાયશ્ચિત્તનો આદેશ આપે છે, એટલે “તસ્સ મિચ્છા મિ દુક્કડું' એ શબ્દો
-શયન, આસન, અન્ન-પાણી વગેરે અવિધિએ ગ્રહણ કરવાથી ચૈત્યને વિશે અવિધિએ વંદન કરવાથી, મુનિઓનો યથાયોગ્ય વિનય ન કરવાથી, વસતિ વગેરેનું અવિધિએ પ્રમાર્જન કરવાથી, સ્ત્રી આદિથી યુક્ત સ્થાનને વિશે રહેવાથી, ઉચ્ચાર-મળમૂત્રનું સદોષ સ્થાનમાં વર્જન કરવાથી, પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિનું અવિધિએ સેવન કરવાથી, અર્થાત્ શયન, આસનાદિ અંગેની ક્રિયામાં વિપરીત આચરણ થવાથી જે અતિચારો લાગ્યા હોય-તે સંભારવા. * દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તમાં પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્ત બીજું છે. વિશેષ વિગત માટે જુઓ
પ્રબોધટીકા ભાગ ૧, સૂત્ર. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org