________________
પ્રત્યાખાનનો પરમાર્થ૦૫૮૩ (૯) ભાવ-પ્રત્યાખ્યાનના ભેદ પ્રભેદો
ભાવ-પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદો પચ્ચક્માણ સૂત્રોનાં વિવરણ-પ્રસંગે જણાવેલા છે. એટલે અહીં તેનો વિસ્તાર નહિ કરીએ. પણ તેનું સમગ્ર સ્વરૂપ ખ્યાલમાં આવી જાય તે માટે તેની તાલિકા રજૂ કરીશું.
અહીં એટલું સ્પષ્ટીકરણ કરવા ઈચ્છીએ કે પ્રત્યાખ્યાનનું મુખ્ય ધ્યેય પાંચ મહાવ્રતો છે કે જેને સર્વમૂલ-ગુણ-પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે અને તેનું પાલન કરવાની યોગ્યતા આવે તે માટે જ બાકીનાં પ્રત્યાખ્યાનોની યોજના છે.
ઉત્તરગુણ-પ્રત્યાખ્યાનમાં સર્વ ઉત્તરગુણ-પ્રત્યાખ્યાન મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેના દશ ભેદોની “દશ પ્રત્યાખ્યાન' તરીકે ખાસ પ્રસિદ્ધિ છે. આ દશ પ્રત્યાખ્યાનોમાં સંકેત અને અદ્ધાનો પ્રચાર વિશેષ છે, કારણ કે તેની યોજના જીવોના અલ્પ-બહુ સામર્થ્યને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. જે જીવોથી વધારે ન બની શકતું હોય તે પ્રથમ અંગુઠ્ઠ-સહિય, મુઢિ-સહિયં વગેરે સાંકેતિક પ્રત્યાખ્યાનો શરૂ કરે અને તેનો અભ્યાસ થયે નોકારસી, પોરિસી. સાઢપોરિસી પુરિમઠું અને અવઢનાં પ્રત્યાખ્યાનો ગ્રહણ કરે. આ પ્રત્યાખ્યાનોનું
- એક વખત વંકચૂલને પેટ-પીડ ઊપડી અને તેમાંથી બીજાં દર્દો લાગુ પડ્યાં. વૈદ્યોએ ઘણી દવા કરી પણ કોઈની કારી ફાવી નહિ. છેવટે રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે “જે કોઈ વંકચૂલનું દર્દ મટાડશે, તેને યથેચ્છ દાન આપીશ.” ત્યારે એક વૈદ્ય તેની ચિકિત્સા કરીને કહ્યું કે “જો એને કાગડાનું માંસ ખવડાવો, તો દર્દ મટી જશે. પરંતુ વંકચૂલે પોતાના નિયમને યાદ કરીને કહ્યું કે, “દેહ પડવો હોય તો ભલે પડે, પણ હું કાગડાનું માંસ ખાઈશ નહિ.”
પછી રાજાએ તેની સારવારમાં જિનદાસ નામના એક શ્રાવકને મોકલ્યો. તેણે વંકચૂલના નિયમોની પ્રશંસા કરીને કહ્યું કે “હે મિત્ર ! આ જીવ એકલો જ આવે છે ને એકલો જ જાય છે. સર્વ પદાર્થો અનિત્ય છે, માટે તારે દેહ, કુટુંબ કે ધન-વૈભવ પર મોહ ન રાખવો.” એ સાંભળી વંકચૂલે સર્વ વસ્તુઓ પરનો મોહ છોડી દીધો અને ચાર શરણ અંગીકાર કરીને નમસ્કાર-મંત્રનું ધ્યાન ધરતાં ધરતાં દેહ છોડ્યો. આથી તે બારમા દેવલોકે ઉત્પન્ન થયો. તાત્પર્ય કે વંકચૂલે પ્રથમ શરમના લીધે-અંતરના ઉલ્લાસ વિના પ્રત્યાખ્યાન લીધું હતું, પણ કાલાંતરે તેમાં ઉલ્લાસ દાખલ થયો અને તે ભાવ-પ્રત્યાખ્યાન બની ગયું. એટલે દ્રવ્ય-પ્રત્યાખ્યાન ભાવ-પ્રત્યાખ્યાનનું કારણ છે, અને તેથી ઉપાદેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org