________________
૫૮૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
મનોહર ફળો દીઠાં, એટલે કહેવા લાગ્યા કે “ચાલો આ ફળ ખાઈને સુધાની તૃપ્તિ કરીએ.” વંકચૂલે પૂછ્યું કે “આ ફળોનું નામ શું?' ત્યારે સાથીઓએ કહ્યું કે “નામની તો અમને ખબર નથી. એટલે ગ્રહણ કરેલા નિયમને યાદ કરીને કહ્યું કે “આ ફળો અજાણ્યાં હોવાથી હું ખાઈશ નહિ.' હવે બીજા સાથીઓએ તે ફળ ખાધાં અને થોડી વારમાં જ મૃત્યુ પામ્યા, કારણ કે તે કિંપાકનાં વિષફળ હતાં.
પછી વંકચૂલ ત્યાંથી રખડતો કોઈ પણ પ્રકારે પોતાના સ્થાને પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે “મારે જો નિયમ ન હોત તો હું પણ મરણ પામ્યો હોત. માટે ગુરુએ નિયમ આપ્યો તે સારું કર્યું.'
એક વાર વંકચૂલ બહારગામ ગયો હતો, ત્યારે તેના વૈરી રાજાના નાટકવાળાઓએ આવીને તેના મહેલ પાસે નાટક કરવા માંડ્યું અને તેને બોલાવવા અંદર ગયા. ત્યાં તેની બહેને વિચાર્યું કે જો આ લોકોને ખબર પડશે કે વંકચૂલ અહીં હાજર નથી તો જરૂર તેમના રાજાને ખબર આપી દેશે ને તે ચડી આવીને આ ગામનો નાશ કરશે. એટલે તે વંકચૂલનો પોશાક પહેરીને બહાર આવીને નાટક જોવા લાગી. મોડી રાતે નાટક પૂરું થયું એટલે નાટકિયાઓને દાન આપી તે મહેલમાં ગઈ ને પેલો પોશાક કાઢ્યા વિના જ પોતાની ભોજાઈ સાથે સૂઈ રહી. હવે વંકચૂલ તે જ રાતે બહાર ગામથી આવી પહોંચ્યો અને પોતાની સ્ત્રીને કોઈ પુરુષ સાથે સૂતેલી જોઈને ક્રોધાતુર થયો. પછી તેમને મારવા માટે તલવાર ખેંચી તો નિયમ યાદ આવ્યો કે “કોઈ પર પ્રહાર કરવો હોય તો સાત ડગલાં પાછું હઠવું.” એટલે તે સાત ડગલાં પાછો હક્યો કે તેની તરવાર ભીંત સાથે અફળાઈને પુષ્પચૂલા “ખમ્મા મારા વીરને એમ બોલતી ઊભી થઈ ગઈ. આ જોઈને વિંકચૂલ આશ્ચર્ય પામ્યો અને પૂછવા લાગ્યો કે, આમ કેમ ?' ત્યારે પુષ્પચૂલાએ બનેલી બધી હકીકત કહી સંભળાવી. આથી વંકચૂલને હર્ષ થયો અને ગુરુએ આપેલા નિયમની પ્રશંસા કરવા લાગ્યો.
એક વાર વંકચૂલ ચોરી કરવા માટે રાજાના મહેલની ભીંત ફાડીને તેના અંતઃપુરમાં દાખલ થયો. ત્યાં તેનો હાથ રાણીના શરીરે અડક્યો, એટલે તે જાગી ઊઠી અને કહેવા લાગી : “તું મારી સાથે ભોગ ભોગવ. હું તને બહુ રત્નો આપીશ.' ત્યારે વંકચૂલે પોતાનો નિયમ યાદ કરીને કહ્યું કે તું મારી માતા-સમાન છે.” આ સાંભળીને રાણી વિલખી પડી ગઈ અને તેના માથે આળ નાખી પોકાર કરવા લાગી. એટલે સિપાઈઓએ આવીને તેને પકડી લીધો અને સવારે રાજા આગળ રજૂ કર્યો. રાજાએ રાત્રિના સમયે ભીંતની પાછળ રહીને આ બધી હકીકત જાણી હતી, એટલે તેને છોડી મૂક્યો અને તેના ચારિત્રની પ્રશંસા કરીને રાજનો સામંત બનાવ્યો. તે દિવસથી વંકચૂલે ચોરીનો ધંધો છોડી દીધો અને નિયમોમાં દઢ શ્રદ્ધાળુ થઈ સન્માર્ગમાં રહેવાનું શરૂ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org