________________
સમય - ૫૯૧
પાક્ષિક-પ્રતિક્રમણ પક્ષના અંતે એટલે ચતુર્દશીના દિવસે કરાય છે. ચાતુર્માસિક-પ્રતિક્રમણ ચાતુર્માસના અંતે એટલે કાર્તિક સુદિ ચતુર્દશી, ફાગણ સુદિ ચતુર્દશી અને અષાઢ સુદિ ચતુર્દશીના દિવસે કરાય છે અને સાંવત્સરિકપ્રતિક્રમણ સંવત્સરના અંતે એટલે ભાદરવા સુદ ચોથના દિવસે કરાય છે.
૨. સ્થાન ગુરુ મહારાજનો યોગ હોય તો પ્રતિક્રમણ તેમની સાથે કરવું, અન્યથા ઉપાશ્રયમાં કે પોતાના ગૃહે પણ કરવું. આ ચૂ.માં કહ્યું છે કે-“સટ્ટ साहु-चेइयाणं पोसहसालाए वा सगिहे वा सामाइयं वा आवास्सयं वा करेइ ।' સાધુ અને ચૈત્યનો યોગ ન હોય તો શ્રાવક પોષધશાળામાં કે પોતાના ગૃહે પણ સામાયિક અથવા આવશ્યક [પ્રતિક્રમણ કરે. ચિરંતના ચર્થકૃત પ્રતિક્રમણવિધિની ગાથાઓમાં કહ્યું છે કે
'पंचविहायार-विसुद्धि-हेउमिह साहू सावगो वा वि ।
पडिक्कमणं सह गुरुणा, गुरु-विरहे कुणइ इक्को वि ॥ १ ॥
‘સાધુ અને શ્રાવક પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિ માટે ગુરુ સાથે પ્રતિક્રમણ કરે અને તેવો યોગ ન હોય તો એકલો પણ કરે.” (પરંતુ તે વખતે ગુરુની સ્થાપના અવશ્ય કરે. સ્થાપનાચાર્યનો વિધિ પહેલાં દર્શાવેલો છે.)
૩. શુદ્ધિ શુદ્ધિપૂર્વક કરાયેલી ક્રિયા અત્યંત ફલદાયક થાય છે, માટે પ્રતિક્રમણ કરનારે શરીર, વસ્ત્ર અને ઉપકરણની શુદ્ધિ જાળવવી.*
૪. ભૂમિ-પ્રમાર્જન પ્રતિક્રમણ માટે પાઉછણ કે કટાસણું બિછાવતાં પહેલાં ચરવળા વતી ભૂમિનું પ્રમાર્જન કરવું.
૫. અધિકાર પ્રતિક્રમણ સાધુ અને શ્રાવકે સવાર-સાંજ નિયમિત કરવાનું છે. તેમાં
* ઉપકરણોની વિગત માટે જુઓ-પ્રબોધટીકા ભાગ ૧ લો, પરિશિષ્ટ પાંચમું. + “સાઈડમાં ધો, પુરિમ ય પછમ0 ય નિષ્ણ ..
ડ્યુિHTTTT TTTri, TRUIના ડિક્ષમi " –આ. નિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org